March 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી તાલુકાની 61-ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં સાંજ સુધીમાં 31 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર

ચીખલી કોલેજ ઉપર મતગણતરીના સ્‍થળે ભારે મેદની ઉમટી પડતા ટ્રાફિક જામ થવા સાથે પોલીસતંત્રમાં દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.21
ચીખલી તાલુકાની 61-ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં સાંજ સુધીમાં 31 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા હતા. પરિણામમાં કહી ખુશી કહી ગમ સાથે વિજેતા ઉમેદવારોની સમર્થકો ડી.જે સંગીતના તાલે ઝૂમી ઉઠ્‍યા હતા. ચીખલી કોલેજ ઉપર મતગણતરીના સ્‍થળે ભારે મેદની ઉમટી પડતા ટ્રાફિક જામ થવા સાથે પોલીસને પરસેવો પડ્‍યો હતો.
આમધરા અને ખુડવેલમાં વોર્ડ સભ્‍યમાં ટાઈ સર્જાતા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરાયુ હતું. ચીખલીની આર્ટસએન્‍ડ કોમર્સ કોલેજમાં કુલ 18-જેટલા મતગણતરી કેન્‍દ્રો ઉપર મતગણતરી નિયત સમય કરતાં મોડી શરૂ કરાઇ હતી.
આમધરામાં વોર્ડ નંબર 8-માં બંને ઉમેદવારોના 171-171 જેટલા સરખા મતો થતા ટાઇ સર્જાઈ હતી.જેમાં ચૂંટણી અધિકારી દ્વારા ચિઠ્ઠી ઉછાળવામાં આવતા મિતેશભાઈ રણછોડભાઈ પટેલનો અને ખુડવેલના વોર્ડ નં-1 માં પણ બે ઉમેદવારોના 50-50 સરખા મત થતા તેમાં લતાબેન જીજ્ઞેશભાઈ પટેલનો વિજય થયો હતો.
મલવાડા ગામમાં સરપંચ તથા અન્‍ય સભ્‍યો બિનહરીફ થયા બાદ માત્ર વોર્ડ નંબર-4ની ચૂંટણી યોજાતા પૂર્વ ડેપ્‍યુટી સરપંચ શ્રી પર્વતભાઈ પટેલના પત્‍ની તેજસ્‍વીની બેનનો 12-મતે વિજય થયો હતો.ચીખલીમાં મતગણતરીમાં પણ અધિકારીઓ વચ્‍ચે યોગ્‍ય તાલમેલના અભાવે ઉમેદવારો અને તેમના સમર્થકો કલાકો સુધી અટવાયા હતા. વંકાલ સહિતના કેટલાક ગામોના ઉમેદવારોને અપાયેલ સમયમાં અચાનક ફેરફાર કરી દેવાતા ઉમેદવારો અને સમર્થકોમાં રોષ જોવા મળ્‍યો હતો.
ચીખલી તાલુકાના વિવિધ ગામોના સરપંચ પદના વિજેતા ઉમેદવારો
(1) અગાસી રેખાબેન રોહિતભાઈ પટેલ 12 મતે વિજય
(2) બામણવેલ વિપુલ લક્ષમણ પટેલ 366 મતે વિજય
(3) ધોડવણી ઉમેશ માલજીભાઈ પટેલ 111 મતે વિજય
(4) રાનવેરી કલ્લા નીરવ ભરતભાઇ પટેલ 452 મતેવિજય
(5) સોલધરા જેનીશ સુરેશ રાઠોડ 171 મતે વિજય
(6) વેલણપુર વિરમતી જીતેન્‍દ્રભાઈ પટેલ 263 મતે વિજય
(7) કાકડવેલ નટુભાઇ નરસિંહભાઈ પટેલ 181 મતે વિજય
(8) ચીમલા સેજલબેન જીતેન્‍દ્રભાઈ પટેલ 75 મતે વિજય
(9) કાંગવઇ નેહા જયવર્ધન પટેલ 991 મતે વિજય
(10) સુરખાઈ ધીરુભાઈ મોહનભાઇ પટેલ 161 મતે વિજય
(11) બલવાડા રાકેશ અરવિંદભાઈ પટેલ 200 મતે વિજય
(12) આમધરા કલ્‍પેશ વિશ્રામ પટેલ 64 મતે વિજય
(13) સરૈયા તારાબેન બચુભાઈ પટેલ 46 મતે વિજય
(14) ખુડવેલ ઊર્મિલા ઉમેશભાઈ પટેલ 74 મતે વિજય
(15) ચિતાલી રશ્‍મિકા જગદીશ પટેલ 98 મતે વિજય
(16) બામણવાડા જયશ્રી ભરતભાઇ પટેલ 162 મતે વિજય
(17) થાલા દક્ષાબેન ખંડુભાઈ હળપતિ 74 મતે વિજય
(18) રેઠવાણિયા ઉઢવળ ગિરીશ રઘુભાઈ પટેલ 14 મતે વિજય
(19) કલીયારી અમ્રત ભીમાભાઈ પટેલ 120 મતે વિજય
(20) ધેક્‍તિ રણજીતા જીતેન્‍દ્રભાઈ પટેલ 143 મતે વિજય
(21) દોણજા કલ્‍પના -વીણ પટેલ 14 મતે વિજય
(22)મોગરાવાડી ધનેશ વેણીલાલ પટેલ 33 મતે વિજય
(23) રાનવેરી ખુર્ડ કુસુમબેન ચંદુભાઈ પટેલ 1164 મતે વિજય
(24) મીણકચ્‍છ જયેશ ખાલપભાઈ પટેલ 180 મતે વિજય
(25) સુંઠવાડ સંગીતા રાજુ પટેલ 145 મતે વિજય
(26) બારોલીયા મિતાબેન હર્ષદભાઈ પટેલ 330 મતેવિજય
(27) મિયાઝરી લીલાબેન અમ્રતભાઈ ગાવિત 505 મતે વિજય
(28) ધોલાર વલ્લભ ખાલપ દેશમુખ 96 મતે વિજય
(29) તલાવચોરા પિન્‍કી -ેગ્નેશ હળપતિ 57 મતે વિજય
(30) હરણગામ મુકેશ અમ્રત પટેલ 77 મતે વિજય
(31) તેજલાવ હેમાગીની પરેશ પટેલ 155 મતે વિજય
(32) ચરી કીર્તિબેન નિલેશભાઈ પટેલ 65 મતે વિજય
(33) બોડવાંક રશ્‍મિબેન -કાશ પટેલ 121 મતે વિજય
(34) દેગામ ઇટેશ ઉર્ફે બલ્લુ રતિલાલ પટેલ 1387 મતે વિજય
(35) મજીગામ મીનાબેન બચુભાઈ હળપતિ 40 મતે વિજય
(36) સાદડવેલ વૈશાલીબેન પંકજભાઈ પટેલ 1106 મતે વિજય
(37) ચીખલી વિરલ મનુભાઈ પટેલ 494 મતે વિજય
આમ વિજેતા ઉમેદવારો સહિત સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી.

Related posts

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના સહયોગથી દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્‍તન કેન્‍સરના નિદાન માટે ત્રિ-દિવસીય શિબિરનું આયોજન

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

vartmanpravah

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડ દમણમાં ટોપર બનીઃ કોમર્સ પ્રવાહમાં મેળવેલા 96.40 ટકા ગુણ

vartmanpravah

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment