December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગર હવેલી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આઈએસઆઈએ હોમગાર્ડ પાસે મોબાઈલ અને બાઈક છોડાવવા માટે લાંચની માંગણી કરી હતી જે સંદર્ભે હોમગાર્ડ દ્વારા સીબીઆઈને ટેલિફોનિક ફરિયાદ નોંધાવતા ચાર હજારની લાંચ લેતા સીબીઆઈની ટીમે ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર માંદોની ચોકીમાં ફરજ બજાવતા એએસઆઇ શંભુ પટેલને સીબીઆઈએ ગિરફતાર કરવામાં આવ્‍યા હતા. એએસઆઇએ આ લાંચ હોમગાર્ડ પાસે માંગી હતી. પાંચ મહિના પહેલા ટ્રાફિક પોલીસની એક ચલણ બુક ખોવાઈ ગઈ હતી જે સંદર્ભે બુક ખોવાઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસ ટ્રાફિક ઈન્‍ચાર્જ આર.કે.ગાવિતે કરી હતી. ઘણાં વર્ષથી કાર્યરત હોમગાર્ડ કિરણ ખરાડે પર મામલો નાખી દીધો હતો. બાદમાં હોમગાર્ડ વિરુદ્ધ ગેમ્‍બલિંગનો કેસ દાખલ કરી એની બાઈક અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્‍યા હતા. કેટલાક દિવસ બાદ બાઈક અને મોબાઈલ છોડાવવા માટે કોર્ટનો આદેશ લઈને કિરણ ખરાડે ગયો તો માંદોનીના એએસઆઈ એસ.એમ.પટેલે બાઈક અને મોબાઈલ આપવામાટે દસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. હોમગાર્ડ તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવનાર કિરણને લાંચની વાત સાંભળતા જ હતપ્રભ થઈ ગયો હતો. જેથી કિરણે ફોન દ્વારા મુંબઈ સીબીઆઈની એન્‍ટી કરપ્‍સન ટીમને ફરિયાદ કરી હતી. ત્‍યારબાદ સીબીઆઈની ટીમે શુક્રવારના રોજ ટ્રેપ ગોઠવી હતી અને એએસઆઈ શંભુ પટેલને દસ હજારનો પહેલો હપ્તાના રૂપે ચાર હજાર રૂપિયાની લાંચ લેતા બસ સ્‍ટોપ સેલવાસ નજીકથી ધરપકડ કરવામાં આવ્‍યા બાદમાં એએસઆઇ શંભુ પટેલના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં પણ એમની સંપત્તિઓ અંગે અને કેટલીક રોકડ રકમ મળી હોવાની જાણકારી મળી છે. એએસઆઇ શંભુ પટેલને કોર્ટમાં રજૂ કરતા 25 ઓગસ્‍ટ સુધી મેજિસ્‍ટ્રેટ કસ્‍ટડી આપવામાં આવ્‍યા છે.

Related posts

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ પદે વિક્રમ હળપતિની કરાયેલી નિમણૂક

vartmanpravah

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે તંત્ર જાગ્‍યું: ચીખલી કોલેજ રોડની ડિવાઈડર વચ્‍ચે લગાવે મસમોટા પોસ્‍ટર અને હોર્ડિંગ્‍સ ઉતારી લેવાયા

vartmanpravah

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

vartmanpravah

Leave a Comment