October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગર હવેલી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આઈએસઆઈએ હોમગાર્ડ પાસે મોબાઈલ અને બાઈક છોડાવવા માટે લાંચની માંગણી કરી હતી જે સંદર્ભે હોમગાર્ડ દ્વારા સીબીઆઈને ટેલિફોનિક ફરિયાદ નોંધાવતા ચાર હજારની લાંચ લેતા સીબીઆઈની ટીમે ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર માંદોની ચોકીમાં ફરજ બજાવતા એએસઆઇ શંભુ પટેલને સીબીઆઈએ ગિરફતાર કરવામાં આવ્‍યા હતા. એએસઆઇએ આ લાંચ હોમગાર્ડ પાસે માંગી હતી. પાંચ મહિના પહેલા ટ્રાફિક પોલીસની એક ચલણ બુક ખોવાઈ ગઈ હતી જે સંદર્ભે બુક ખોવાઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસ ટ્રાફિક ઈન્‍ચાર્જ આર.કે.ગાવિતે કરી હતી. ઘણાં વર્ષથી કાર્યરત હોમગાર્ડ કિરણ ખરાડે પર મામલો નાખી દીધો હતો. બાદમાં હોમગાર્ડ વિરુદ્ધ ગેમ્‍બલિંગનો કેસ દાખલ કરી એની બાઈક અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્‍યા હતા. કેટલાક દિવસ બાદ બાઈક અને મોબાઈલ છોડાવવા માટે કોર્ટનો આદેશ લઈને કિરણ ખરાડે ગયો તો માંદોનીના એએસઆઈ એસ.એમ.પટેલે બાઈક અને મોબાઈલ આપવામાટે દસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. હોમગાર્ડ તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવનાર કિરણને લાંચની વાત સાંભળતા જ હતપ્રભ થઈ ગયો હતો. જેથી કિરણે ફોન દ્વારા મુંબઈ સીબીઆઈની એન્‍ટી કરપ્‍સન ટીમને ફરિયાદ કરી હતી. ત્‍યારબાદ સીબીઆઈની ટીમે શુક્રવારના રોજ ટ્રેપ ગોઠવી હતી અને એએસઆઈ શંભુ પટેલને દસ હજારનો પહેલો હપ્તાના રૂપે ચાર હજાર રૂપિયાની લાંચ લેતા બસ સ્‍ટોપ સેલવાસ નજીકથી ધરપકડ કરવામાં આવ્‍યા બાદમાં એએસઆઇ શંભુ પટેલના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં પણ એમની સંપત્તિઓ અંગે અને કેટલીક રોકડ રકમ મળી હોવાની જાણકારી મળી છે. એએસઆઇ શંભુ પટેલને કોર્ટમાં રજૂ કરતા 25 ઓગસ્‍ટ સુધી મેજિસ્‍ટ્રેટ કસ્‍ટડી આપવામાં આવ્‍યા છે.

Related posts

વલસાડના રોલા ગામના નિવૃત્ત શિક્ષકે રાષ્‍ટ્રીય માસ્‍ટર એથ્‍લેટિકમાં સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

vartmanpravah

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાપી ચણોદમાં બંધ દુકાનમાં અગમ્‍ય કારણોસર આગ લાગી : અફરા તફરી મચી

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

vartmanpravah

ઈ.સ. 1772માં જાનોજી ધુળપના મરાઠી નૌકા કાફલાએ પોર્ટુગીઝોનું 40 તોપો અને 120 ખલાસી સૈનિકો સાથેનું સંતાના જહાજ જપ્ત કરી લીધું

vartmanpravah

વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્‍યું

vartmanpravah

Leave a Comment