January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રાજ્‍યકક્ષાની સાગરખેડૂ સાયકલ રેલી આગામી સપ્‍ટેમ્‍બર માસમાં યોજાશે

15 થી 35 વર્ષની વય મર્યાદાવાળા યુવક/યુવતીઓ માટે ઉમદા તક, તા.31 ઓગસ્‍ટ સુધીમાં ફોર્મ જમા કરાવી દેવુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ગુજરાત રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્‍તકના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ચાલુ વર્ષે સાગરખેડુ સાયકલ રેલીઃ 2024- 25નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. રાજ્‍યના 15 થી 35 વર્ષની વય મર્યાદાવાળા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્‍સાહિત કરવા રાજ્‍ય સરકાર દ્વારા સાગરખેડુ સાયકલ રેલી 10 દિવસનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.
સાગરખેડુ સાયકલ રેલી આગામી સપ્‍ટેમ્‍બર માસમાં વલસાડ ખાતે યોજવામાં આવનાર છે.જેમાં રાજ્‍યના પસંદ થયેલા યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. સાગરકાંઠા વિસ્‍તારની સંસ્‍કળતિ જીવનશૈલીને નજીકથી જાણવા રસ ધરાવતા 15 થી 35 વર્ષની વય ધરાવતા વિદ્યાર્થીઓ/ બિન વિદ્યાર્થીઓ કે જેઓ સાગરખેડુ સાયકલ રેલીમાં ભાગ લેવા ઈચ્‍છતા હોય તેવા યુવક-યુવતીઓએ સાદા કાગળ ઉપર પોતાનું પુરૂ નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્‍મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્‍યવસાય, વાલીનું સંમતિ પત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, શારીરિક તંદુરસ્‍તી અંગેનું ડૉક્‍ટરનું પ્રમાણપત્ર, રમત ગમત પ્રવૃતિ, પર્વતારોહણ તેમજ NCC, NSS  કે અન્‍ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તે અંગેનું પ્રમાણપત્ર વગેરે સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે જોડી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિઓની કચેરી, વલસાડ 106 જૂની ટેલીફોન એક્‍સચેન્‍જ ઓફિસ, પહેલો માળ,પોસ્‍ટ ઓફિસની પાછળ, હાલર રોડ, તા.જિ.વલસાડ ખાતે તા.31/08/2024 સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલા ફોર્મ સ્‍વીકારવામાં આવશે નહિ. કાર્યક્રમમાં પસંદ થનાર યુવક-યુવતિઓને પત્ર / મોબાઈલ / ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે એવું જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી નાઈસના સહયોગથી દમણ પોલીકેબ યુનિટ-1ના ટ્રેનિંગ હોલમાં યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 54 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

વાપી કેબીએસ ઍન્ડ નટરાજ કોલેજમાં વાર્ષિક દિનની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધીનો રસ્‍તો આગામી 13મી ઓક્‍ટોબર સુધી વન-વે જાહેર

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલા કોરોના પોઝિટિવ: આરોગ્‍ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

Leave a Comment