Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

જે કામ પી.ડબલ્‍યુ.ડી. અને હાઈવે ઓથોરીટીનું છે પણ જાહેર હિતમાં નોટિફાઈડે શરૂ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
વાપી સહિત વલસાડ જિલ્લામાં વરસાદે જુના તમામ રેકર્ડ તોડીને ઓગસ્‍ટ મહિનામાં પુરી એક સદી ફટકારી દીધી છે. પરિણામે વાપી શહેરના તમામ મોટાભાગના રોડોએ જવાબ આપી દીધો હતો. એક-બે ફૂટના અંતરે ઠેર ઠેર ખાડા પડી ચૂક્‍યા હતા. જેને લઈ ગંભીર અકસ્‍માતોની ભેટ પણ વરસાદે આપી છે. પરંતુ વરસાદી ખાડા પુરવાની જવાબદારી જે તે એજન્‍સીઓ છે. ભૂતકાળમાં ક્‍યારે પણ ના જોવા મળી હોય તેવી અક્ષમ્‍ય બેદરકારી હાઈવે ઓથોરીટી અને પી.ડબલ્‍યુ.ડી.એ દાખવી છે. નાગરિકો અકસ્‍માતોના ભોગ બનતા રહે છે પરંતુ હજુ સુધી પ્રોપર રોડોના ખાડાઓ પુરવાની કામગીરી થતી જોવા મળતી નથી તેથી વાપી હાઈવે વિસ્‍તારમાં નોટીફાઈડ ઓથોરીટીએ હાઈવે ઉપરના ખાડા પુરવાની કવાયત હાથ ધરી છે.
જાહેર રોડોની મરામતની જવાબદારી પી.ડબલ્‍યુ.ડી. અને હાઈવે ઓથોરીટીની છે. આ વર્ષે બન્ને એજન્‍સીએ આંખેપાટા બાંધીને આમ જનતાને રોડોના ખાડાઓમાં પટકાવા ધકેલી દીધા છે. સૌથી વધારે હાઈવે ઓથોરીટીની બેદરકારી જોવા મળી રહી છે. જિલ્લામાં ખાડાઓ પર વાહનો પટકાતા સાત જેટલા નિર્દોષોએ જીવ ગુમાવી ચૂક્‍યા છે ત્‍યારે વાપી હાઈવે અને ઈન્‍ટરીયર રોડો ઉપરના ખાડા પુરવાની મરામતની કામગીરી અંતે નોટીફાઈડે શરૂ કરી દીધી છે. જેથી હાલ તો વાપી વાસીઓને કામચલાઉ રોડના ખાડાઓથી છૂટકારો મળશે પરંતુ કાયમી ઉકેલ તો હાઈવે ઓથો. અને પી.ડબલ્‍યુ.ડી. જ લાવી શકે. જેવુ એ રહ્યું કે, તેઓનું મુહૂર્ત ક્‍યારે નિકળે છે!!
—-

Related posts

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

દાનહ ખાનવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણુક કરતોવિડીયો વાયરલ થતાં સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

દાનહની કરોડો રૂપિયાની સરકારી જમીન ખાનગી વ્‍યક્‍તિના નામે કરવાના કૌભાંડમાં સેલવાસ અને ખાનવેલના પૂર્વ મામલતદાર શર્મા અને ભંડારીના લંબાયેલા પોલીસ રિમાન્‍ડઃ કૌભાંડોના સૂત્રધારો સુધી પહોંચવા પોલીસ તંત્રની મથામણ

vartmanpravah

તા.૧પ થી ૨૮ જુલાઇ દરમિયાન એસ.એસ.સી./ એચ.એસ.સી. રીપીટર/ખાનગી/પૃથ્થમક વિદ્યાર્થીઓની – પરીક્ષા યોજાશે

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

મહારાષ્‍ટ્રમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન અંતર્ગત ધરમપુરમાં બેઠક મળી

vartmanpravah

Leave a Comment