December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડામાં પ્‍લાસ્‍ટિક મુક્‍ત શાળા મહા અભિયાનનો આરંભ

મહાત્‍મા ગાંધી જયંતિના દિવસે યોજાયેલ કાર્યક્રમમાં 1037 બોટલ પ્‍લાસ્‍ટિકનો એકત્ર કરાયેલો કચરો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : 2 ઓક્‍ટોબરે મહાત્‍મા ગાંધી જયંતિ નિમિત્તે દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડામાં પ્‍લાસ્‍ટિક મુક્‍ત શાળા મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. શાળાના ઈન્‍ચાર્જ હેડ માસ્‍તર શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ ઝુંબેશ અંતર્ગત શાળા પરિસરમાં પડેલો તમામ પ્રકારનો પ્‍લાસ્‍ટિકનો કચરો જેમ કે ચોકલેટ બિસ્‍કીટના રેપર, ફૂડ પેકેટનો પ્‍લાસ્‍ટિક કચરો, પ્‍લાસ્‍ટિક કેરીબેગ વગેરે એકત્ર કરી પ્‍લાસ્‍ટિકની વેસ્‍ટ બોટલોમાં જમા કરવામાં આવ્‍યો હતો. તેવી જ રીતે વિદ્યાર્થીઓએ તેમના ઘરો અને રહેઠાણ વિસ્‍તારમાં પડેલો પ્‍લાસ્‍ટિકનો કચરો પણ એકઠો કરી પ્‍લાસ્‍ટિકની બોટલોમાં ભેગો કર્યો હતો. આ રીતે શાળા અને રહેઠાણ વિસ્‍તારને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવાની આ ઝુંબેશ અંતર્ગત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ત્રણ દિવસમાં 1037 બોટલ પ્‍લાસ્‍ટિક કચરો એકત્ર કર્યો હતો. શાળાના ઈન્‍ચાર્જ હેડ માસ્‍તર શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલે આ અભિયાનને ‘‘આપણીશાળા પ્‍લાસ્‍ટિક મુક્‍ત શાળા” સૂત્ર આપ્‍યું હતું. શાળાનાતમામ વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ખૂબ જ ઉત્‍સાહથી ભાગ લીધો હતો અને શાળા, ઘર તેમજ દમણ જિલ્લાને સ્‍વચ્‍છ અને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવામાં સફળતાપૂર્વક સહયોગ આપ્‍યો હતો. શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલના આ અભિયાનને સફળ બનાવવા શાળાના શિક્ષકો શ્રી પ્રિયેશ, શ્રી યજ્ઞેશ, શ્રી મીત, શ્રીમતી અથિરા, શ્રીમતી ભાવિષા, શ્રીમતી નિશિતા અને શ્રીમતી હિરલે વિશેષ સહયોગ આપ્‍યો હતો. ઉપરાંત શાળાના અન્‍ય શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ મહાઅભિયાનને સફળ બનાવવામાં મદદ કરી હતી. શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલે તમામ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્‍લાસ્‍ટિક મુક્‍ત પર્યાવરણ બનાવવાના આ અભિયાનને તેમના રોજિંદા જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્‍યો હતો.

Related posts

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

vartmanpravah

રવિવારે દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે શરૂ થનારૂં જન આંદોલન

vartmanpravah

ઉમરગામની માણેક સોસાયટી સામે પાલિકાએ કરેલી લાલ આંખ

vartmanpravah

લક્ષદ્વીપ-કાવારત્તી સરકારી હોસ્‍પિટલના નવા બાંધકામ સ્‍થળ તથા ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment