January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ અને ‘આપ’ના બાકી ઉમેદવારોએ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી

વલસાડ બેઠક પર આપના નેતા રાજેશ પટેલ, કોંગ્રેસના કમલ પટેલ સહિત 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યાઃ શક્‍તિ પ્રદર્શન સાથે જીતના દાવા કર્યા : મંગળવારથી પ્રચારના બ્‍યૂગલો વાગશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: ᅠવિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ દ્વારા અનેક ગડમથલો બાદ ઉમેદવારોને ટિકિટ ફાળવણી તબક્કાવાર કરી હતી. વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભાની તમામ બેઠકો માટે શનિવારે સાંજે બાકી રહેલ જે તે પાર્ટીના ઉમેદવારોની ટિકિટો ફાળવાઈ ગઈ હતી. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી ઉમરગામ, પારડી, ધરમપુર, કપરાડા અને વલસાડની પ્રાંત ઓઇફસોમાં જે તે પાર્ટીના બાકી રહેલ ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
વલસાડ જિલ્લામાં તા.1 ડિસેમ્‍બરના રોજ મતદાન થનાર છે ત્‍યારે આજે તા.14 નવેમ્‍બર ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હોવાથી વિવિધ પાર્ટીના ઉમેદવારોનો ધસારો વધ્‍યો હતો. સોમવારે છેલ્લા દિવસે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર કુલ 37 ઉમેદવારી પત્રો ભરાયાહતા. હવે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા. 17 નવેમ્‍બર હોવાથી તે દિવસે સંપૂર્ણ ચિત્ર સ્‍પષ્ટ થશે.
વલસાડ જિલ્લામાં ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં ચૂંટણીના તમામ નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચૂંટણી તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તા. 5 નવેમ્‍બરે જાહેરનામું બહાર પડયા બાદ ઉમેદવારી પત્રો રજૂ કરવાના આજે છેલ્લા દિવસે પાંચેય વિધાન સભા બેઠક પર કુલ 37 ફોર્મ ભરાયા હતા. જેમાં 178- ધરમપુર બેઠક પર 11, 179- વલસાડ બેઠક પર 9, 180 પારડી બેઠક પર 5, 181 કપરાડા બેઠક પર 3 અને 182- ઉમરગામ બેઠક પર 9 ઉમેદવારી પત્રો ભરાયા હતા.
વલસાડની પાંચેય બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભાજપ-આપ અને કોંગ્રેસ વચ્‍ચે સ્‍પર્ધા મંડાઈ ચૂકી છે. જો કે ભાજપનો દબદબો ચોમેર જોવા મળી રહ્યો છે. આપના તમામ મોટાભાગના ઉમેદવારો નવા-સવા છે. કોંગ્રેસમાં આંતરિક જુથવાદ ચગડોળે ચઢેલો છે તેની અસર મતદાન ઉપર થશે. વલસાડમાં આપના ઉમેદવાર રાજુભાઈ મરચા અને કોંગ્રેસના ઉમેદવાર કમલ પટેલએ ઉમેદવારી નોંધાવી હતી. ધરમપુરમાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ તથા કોંગ્રેસમાં જોડાઈ અને રાજીનામુ આપી ધરમપુર તા.પં.અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલ તથા ઉમરગામમાં આપના ઉમેદવાર અશોક ધોડીએ સમર્થકો સાથે ઉમેદવારીપત્ર ભર્યુ હતું. આવતીકાલ મંગળવારથી જિલ્લામાં પ્રચારના બ્‍યુગલો જાહેર સભા, ડોર ટુ ડોર પ્રચારનો દોર શરૂ થઈ જશે. તા.01 ડિસેમ્‍બરે મતદારો કોના ઉપર રીજે છે તે જોવુ રહ્યું.

Related posts

ઉમરગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

પરવાસાના 19 વર્ષીય યુવાને ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને સીડીએસ સ્‍વ. બિપિન રાવતને અર્પેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

Leave a Comment