Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: જન્‍માષ્‍ટમીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીમાં મંદિરો અને સોસાયટીઓમાં નંદોત્‍સવની ઝાંકી સજાવવામાં આવી હતી. જેમાં સેલવાસના ગાયત્રી મંદિર, તિરુપતિ બાલાજી, લવાછા રામેશ્વર મહાદેવ મંદિર, દાદરા રામ મંદિરમાં શુક્રવારે રાત્રે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું હતું. જન્‍મોત્‍સવ બાદ દિવસ દરમિયાન મંદિરોમાં મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્‍યો હતો. જન્‍મોત્‍સવને કારણે મંદિરોમાં અને સોસાયટીઓમાં ‘જય ગોવિંદ જય, જય ગોપાલ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’ જેવા ઉચ્‍ચારણથી વાતાવરણ કૃષ્‍ણમય બની ગયું હતું.
આમલી તિરુપતિ બાલાજી મંદિરમાં કૃષ્‍ણ ભગવાનનું બાલ સ્‍વરૂપ પારણુ બનાવવામાં આવ્‍યું હતું અહીં ભક્‍તો માખણ અને મિશરીનો પ્રસાદ ચડાવી કૃષ્‍ણ ભગવાનના દર્શનનો લ્‍હાવો માણ્‍યો હતો. બધા મંદિરો અને સોસાયટીઓમાં રાત્રે 12 વાગ્‍યે નંદોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. જન્‍માષ્ટમી બાદ ભગવાનની ઝાંકી શ્રધ્‍ધાળુઓ માટે ખોલવામાં આવ્‍યા હતા. લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં 105 વર્ષથી સપ્તાહનું આયોજન કરાય છે જેની પૂર્ણાહુતી બાદ કૃષ્‍ણ જન્‍મોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો.
કિલવણી નાકા પર વેપારી એસોસિએશન દ્વારા મટકી હંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો જેમાં સેલવાસ પાલિકા ઉપપ્રમુખ સહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

vartmanpravah

આંબાપાકમાં ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ વાવેતર કરી કેરી ઉત્‍પાદનમાં વધારો મેળવો

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

Leave a Comment