Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડમાં ગણેશ પ્રતિમા લઈને આવતા પોલીસ અને ગણેશ ભક્‍તો વચ્‍ચે મામલો બિચકાયો

ધારાસભ્‍ય ભરત પટેલનો હુંકાર ‘હું ધારુ તો હુલ્લડ થઈ શકે છે’: રાતના 10 વાગતા પોલીસે ડી.જે. બંધ કરાવેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: આગામી તા.31 ઓગસ્‍ટથી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થવા પૂર્વે શ્રીજીની મૂર્તિઓ ભક્‍તો લાવી રહ્યા છે. વલસાડ શહેરમાં લોહાણા મંડળ અને આહિર ગૃપના યુવાનો ગત રાત્રે શ્રીજીની મૂર્ર્તિ સાથે ડી.જે.ના તાલે નાચતા ગાતા તિથલ રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્‍યારે પોલીસે ડી.જે. બંધ કરાવતા ગણેશ ભક્‍તો અને પોલીસ વચ્‍ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં ધારાસભ્‍યનીએન્‍ટ્રી થતા ધારાસભ્‍ય અને પોલીસ સામસામે આવી ગયેલા ત્‍યારે ધારાસભ્‍ય ભરત પટેલએ હુંકાર કરેલો કે હું ધારુ તો હુલ્લડ થઈ શકે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
શ્રીજીની પ્રતિમા વલસાડના તિથલ રોડ ઉપર પસાર થઈ રહી હતી ત્‍યારે રાતના 10 વાગી જતા પોલીસે ડી.જે. બંધ કરાવતા ભક્‍તો અને પોલીસ વચ્‍ચે ઘર્ષણ થયું હતું. ધારાસભ્‍ય ભરત પટેલ આવી જતા પી.આઈ. ઢોલ અને ધારાસભ્‍ય વચ્‍ચે ઝપાઝપી થઈ હતી. ધારાસભ્‍યએ ઉશ્‍કેરાટમાં પોલીસને જણાવી દીધેલ કે હું ધારુ તો હુલ્લડ થઈ શકે છે. જો કે આ મુદ્દે તેમને પાછળથી ખુલાસો કર્યો હતો કે હું ના આવ્‍યો હોત તો હુલ્લડ થઈ જાત. ધારાસભ્‍યએ પોલીસને ચોખ્‍ખું સંભળાવી દીધુ હતું કે, તાજીયા વખતે ડી.જે. ચાલુ રહ્યું હતું તો હિંદુઓના તહેવારમાં કેમ બંધ કરાવાય છે. સમગ્ર ઘટનાને લઈ શહેરમાં ઉત્તેજના ફેલાઈ હતી.

Related posts

નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ખાનવેલમાં સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

vartmanpravah

સેલવાસ પાલિકા સભ્‍ય સુમનભાઈ પટેલ દ્વારા દરેક પંચાયતોમાં ગૌશાળા માટે અન્‍ય જગ્‍યા પર જમીન ફાળવણી કરવા કલેક્‍ટરને રજૂઆતકરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah

Leave a Comment