Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચની પેટા ચૂંટણી માટે ઉર્વશીબેન પટેલે નોંધાવેલી ઉમેદવારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા દમણ જિલ્લાની આંટિયાવાડ ગ્રામ પંચાયતની સરપંચની પેટા ચૂંટણી માટે આજે શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
શ્રીમતી ઉર્વશીબેન પટેલે ભારતીય જનતા પાર્ટી દાનહ અને દમણ-દીવના પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલની દિશા-દોરવણી હેઠળ ઉમેદવારી નોંધાવી છે.
સરપંચ પદની ઉમેદવારી નોંધાવનાર શ્રીમતી ઉર્વશીબેન પટેલે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ અને દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
શ્રીમતી ઉર્વશીબેન પટેલે જણાવ્‍યું હતું કે, ‘તમે મારા પર જે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે તે બદલ હું આપ સૌની આભારી છું.’હું આવનારા સમયમાં નિષ્ઠાપૂર્વક કામ કરીશ અને આંટિયાવાડ ગ્રામ પંચાયતના રહીશોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાના તમામ પ્રયાસો કરીશ અને હું મારૂં કામ કરીશ.
ઉમેદવારી પત્રક ભરવાના સમય દરમિયાન પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશ અગરિયા, પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશ ડી.પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી જયેશ પટેલ, શ્રી તિમિર પટેલ અને આંટિયાવાડ મંડળના પ્રમુખ શ્રી અમૃત ભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ જિલ્લામાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા આપવામાં આવેલું સામાજિક ઓડિટ ઉપર જોર

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment