October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
સેલવાસ નરોલી રોડ પર આવેલ દમણગંગા નદીના ચેકડેમ નજીક સેલવાસના બે યુવાનો ન્‍હાવા માટે ગયા હતા. જેમાંથી એક યુવાન નદીમાં તણાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર અભિષેક અખિલેશ પાંડે (ઉ.વ.17) રહેવાસી બાલાજી ટાઉનશીપ, સેલવાસ જે એમના ઘરે આવેલ મહેમાનના દીકરા સાથે સેલવાસ નરોલી રોડ દમણગંગા નદી રિવરફ્રન્‍ટ નજીક ન્‍હાવા ગયા હતા. તે સમયે અભિષેક વધુ ઊંડાણવાળા પાણીમાં ગયો હતો. જેમાં એનુ નિયંત્રણ ન રહેતા ધસમસતા પાણીમાં તણાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી. બાદમાં યુવાનના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે નદીમાં ભારે શોધખોળ કરી હતી પરંતુ યુવાન નદીમાંથી મળી આવેલ નથી.

Related posts

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9માં રસ્‍તાઓની દુર્દશાના કારણે સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારીના સંઘપ્રદેશ પ્રવાસનો આરંભ

vartmanpravah

સેલવાસના બહુમાળી કોમ્‍પલેક્ષમાં પાર્કિંગ કરેલા વાહનોમાંથી પાર્ટ્‍સની ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

Leave a Comment