Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓના ઉત્‍સાહથી 51યુનિટ એકત્ર કરેલું રક્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીલખી(વંકાલ),તા.22: ચીખલીના શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઇ.ઇ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઇડ સાયન્‍સીસ એન્‍ડ પ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે મેગા બ્‍લડ રક્‍તદાન શિબિરનું આયોજન લાયન્‍સ બ્‍લડ બેંકના સહયોગથી કરવામાં આવ્‍યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે શારદા ફાઉન્‍ડેશનના સ્‍થાપક શ્રી દર્શનભાઈ દેસાઈ, સહ સ્‍થાપક શ્રીમતી સોનલબેન દેસાઈ, આચાર્ય ડો.અશોકસિંહ સોલંકી, એમ.આર.દેસાઈ આર્ટસ એન્‍ડ ઇ.ઇ.એલ.કે.કોમર્સ કોલેજના આચાર્ય ડો. ફાલ્‍ગુનીબેન દેસાઈ તેમજ સ્‍ટાફ ઉપસ્‍થિત રહી રક્‍તદાતાઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.
શારદા ફાઉન્‍ડેશનના સ્‍થાપક અને સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી દર્શનભાઈ દેસાઈ અને પીઆઈપી.જી.ચૌધરીએ રક્‍તદાન કરી રક્‍તદાતાઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. રક્‍તદાન એ મહાદાન છે. એવા વિશ્વાસથી દરેક વિદ્યાર્થીઓ તેમજ રક્‍તદાતાઓએ ચીખલી સમગ્ર વિસ્‍તારમાં રક્‍તદાન થકી સમાજ સેવા માટેની લાગણી વ્‍યક્‍ત કરી હતી.
મેગા રક્‍તદાન શિબિરમાં 51 યુનિટ રક્‍ત એકત્રકરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની સફળતા માટે શારદા ફાઉન્‍ડેશન તેમજ ચીખલી કોલેજ પરિવાર દ્વારા ચીખલી બ્‍લડ બેંક, રક્‍તદાતાઓ, સ્‍વયં સેવકો અને વિદ્યાર્થીઓનો હૃદયથી આભાર માન્‍યો હતો.

Related posts

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા બનાવાયેલ રોડોએ માત્ર 15 દિવસમાં જવાબ આપી દીધો : ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર સિદ્ધાર્થ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં હડતાલ મોકુફ રહ્યાની જાણ ન થતા સી.એન.જી. પમ્‍પ પર વાહનોની ગુરૂવારે કતારો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.29 થી 31 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસને વાપીમાં સ્‍ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલે બતાવેલી લીલીઝંડી

vartmanpravah

Leave a Comment