Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વણાકબારા ખાતે મોદી @20 પુસ્‍તકની જાણકારી હેતુ મહારાષ્‍ટ્રના ભાજપાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ચિત્રા વાઘ ની અધ્‍યક્ષતામાં સેમિનારનુ કરાયેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23
દીવના વણાકબારા કમ્‍યુનિટી હોલ ખાતે દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી ક્‍20 પુસ્‍તક ની જાણકારી જન જન સુધી પહોંચે અને લોકોને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના કાર્યો તથા યોજનાઓ વિશે માહિતી મળી રહે તેને લઈને દીવમાં મહારાષ્‍ટ્ર ભાજપાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ તેમજ મોદી @20 ના રાષ્‍ટ્રીય સહ સંયોજક શ્રીમતી ચિત્રા બહેન વાઘની ઉપસ્‍થિતિમાં મોદી ક્‍20 સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્‍ય મહેમાન ચિત્રા વાઘ એ પોતાના વક્‍તવ્‍યમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યો તથા યોજનાઓની જાણકારી પૂરી પાડી હતી, તેઓએ મોદી ક્‍20 પુસ્‍તકમાં 21 અધ્‍યાય છે. જેમાં નામી લેખકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના વિશે પ્રસંશનીય લેખ લખ્‍યા છે, કાર્યક્રમમાં જિલ્લા બીજેપી પ્રમુખ બિપિન શાહ તથા બીજેપીના રસીક માંડણએ પણ મોદી સરકાર તથા તેમની ભૂતકાળમાં નરેન્‍દ્ર મોદી સાથેની મુલાકાત વિશે લોકોને જણાવ્‍યું, અને તેમની સાદગીથી જીવન જીવવાની રીતની પણ માહિતી આપી હતી. આ પ્રસંગેદીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, ઉપ પ્રમુખ હરેશ પાચા કાપડિયા, રામજી પારસમણિ, બીજેપી મંત્રી મોહનભાઈ, વણાકબારા ગ્રામ સરપંચ મિનાક્ષી જીવન, સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાન, બીજેપીના હોદેદારો અને કાર્યકર્તાઓ, કાઉન્‍સિલરો, તથા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા બીજેપી મંત્રી ભવ્‍યેશ ચૌહાણએ કર્યું હતું અને આભારવિધિ જિલ્લા બીજેપી મંત્રી મોહનભાઈએ કરી હતી. રાષ્‍ટ્રગીત સાથે આ સેમિનારને સંપન્ન ઘોષિત કરવામાં આવ્‍યો હતો.

Related posts

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં જીત મેળવતા કોગ્રેંસમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર બારડોલીથી મુંબઈ જવા નિકળેલ બાઈક રાઈડર યુવાનના બાઈકને વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં ટોક શો યોજાયો

vartmanpravah

સંદર્ભઃ દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરેલી રજૂઆત સંઘપ્રદેશ પ્રશાસનની અસામાજિક તત્‍વો અને સ્‍થાપિત હિતો સામે અપનાવેલી નો ટોલરન્‍સ નીતિનો પડઘો

vartmanpravah

સેલવાસમાં 6 એમ એમ વરસાદ પડયો

vartmanpravah

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

vartmanpravah

Leave a Comment