(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.01
દાનહ અને દમણમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સવારથી ઠંડા પવન સાથે જ રીમઝીમ વરસાદ શરૂ થઇ ગયો હતો. જેના કારણે લોકો દુવિધામાં હતા કે સ્વેટર પહેરીએ કે રેઇનકોટ,આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
સેલવાસ-દમણ સહિત આજુબાજુના વિસ્તારમાં 9.4 એમએમ વરસાદ પડયો હતો. બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.
ખેડૂતો તાડપત્રી ઢાંકી પોતાના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી છે. જો ફરી બે દિવસ વરસાદ પડશે તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. આ કમોસમી વરસાદને કારણે ડેંગ્યુના રોગમા પણ વધારો થવાની સંભાવના છે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2021/12/Seasonal-Rain-4-960x1063.jpg)