August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી ફાટક વચ્‍ચે મુંબઈ પોરબંદર એક્‍સપ્રેસના વ્‍હિલમાં ખામી સર્જાતા ટ્રેન કલાકો સુધી અટકી પડી

ફાટક બંધ રહેતા સેંકડો વાહન ચાલકો અટવાયા : વ્‍હિલ સમારકામ બાદ ટ્રેન રવાના થઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: મુંબઈથી પોરબંદર તરફ જઈ રહેલ એક્‍સપ્રેસ ટ્રેન વાપી છોડયા બાદ ડબ્‍બાના વ્‍હિલમાં ખામી સર્જાતા ટ્રેન કલાકો સુધી પારડી રેલવે ફાટક વચ્‍ચે જ અટકી પડી હતી. જેથી ભારે ટ્રાફિક જામ સાથે સેંકડો લોકો કલાકો સુધી અટવાયા હતા.
વિગતો મુજબ મુંબઈ-પોરબંદર જતી એક્‍સપ્રેસ ટ્રેન આજે મંગળવારે બપોરે વાપીથી આગળ વધી રહી હતી ત્‍યારે અચાનક ડબ્‍બાના વ્‍હિલમાં ખામી સર્જાતા પાયલોટે બ્રેક મારી દેતા પારડી ફાટક વચ્‍ચોવચ ટ્રેન થોભી ગઈ હતી. તેથી ફાટકની અવરજવર બંધ થઈ જતા સેંકડો વાહન ચાલકો, વિદ્યાર્થી, વેપારી, નાગરિકો અટવાઈ પડયા હતા. જેમાં એક-દોઢ કલાક જેટલો સમય વિત્‍યો છતાં ટ્રેન આગળ વધતી જ નથી. લોકો અકળાયા હતા. અંતે વ્‍હિલની મરામત બાદ ટ્રેન આગળવધતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
—–

Related posts

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

થાલા નેશનલ હાઈવે પર અજાણ્‍યા વાહન અડફતે વસુધારા ડેરીમાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા ગાર્ડનું મોત નીપજ્‍યું

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર ઝંડો ફરકાવાયો

vartmanpravah

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

vartmanpravah

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

vartmanpravah

Leave a Comment