January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

ગત વર્ષે દ.ગુજરાતની સુગર મિલોમાં સૌથી વધુ ટન દીઠ રૂા.3361નો ભાવ ગણદેવી સુગરે ખેડૂતોને ચુકવ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રાજ્‍યમાં સૌથી વધુ શેરડીનું વાવેતર થાય છે. શેરડીની ખરીદી દક્ષિણ ગુજરાતમાં આવેલી વિવિધ સુગર મિલો કરે છે. સુગર મિલો પ્રતિ વર્ષે શેરડી ખરીદીના નવા ભાવ બહાર પાડે છે. આ વર્ષનો શેરડીનો નવો ભાવ પ્રતિ ટને 31મીએ જાહેર કરાશે.
ગુજરાત રાજ્‍ય ખાંડ ઉદ્યોગ સંઘની બેઠકદ તાજેતરમાં ચલથાણ સુગર ફેક્‍ટરીમાં મળી હતી. જેમાં રાજ્‍યની તમામ સહકારી ક્ષેત્રની સુગર ફેક્‍ટરીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મિટીંગમાં વર્ષ 2022-23 માટે પિલાણ સિઝન માટેશેરડીના પ્રતિ ટન ભાવ નક્કી કરવાની ચર્ચા-વિચારણા જેમાં નક્કી થયું હતું કે આગામી 31મીએ શેરડીના ભાવ જાહેર કરવામાં આવશે. ગત વર્ષ જેટલા ભાવ મળે તેવી ખેડૂતોની અટકળ અને આશા છે. ગત વર્ષે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો પૈકી સૌથી વધુ ભાવ ગણદેવી સુગરે ખેડૂતોને ચુકવ્‍યો હતો. ગણદેવી સુગરે પ્રતિ ટને 3361 રૂા.નો ભાવ આપ્‍યો હતો. બીજા નંબરે એશિયાની સૌથી મોટી બારડોલી સુગરે 3203 રૂા. પ્રતિ ટન ખેડૂતોને ચુકવ્‍યો હતો. સૌથી ઓછો બાવ કામરેજ સુગરે રૂા.2727 ચૂકવ્‍યો હતો.

Related posts

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ 2022 અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન

vartmanpravah

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

મોટાપોંઢા કેનાલમાં સતત બીજી કરૂણાંતિકા સર્જાઈ: ન્‍હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે ડૂબી ગયા

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

Leave a Comment