Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

ગીતા શિવશંકર સરોજને સમજ ના પડતા પાછળ ઉભેલા ઈસમો મશીન ખરાબ છે કહીં એટીએમમાંથી 40 હજાર કાઢી લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વાપી ભડકમોરામાં રહેતી મહિલા ગતરોજ ચાર રસ્‍તા સ્‍થિત એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં બેલેન્‍સ તપાસવા ભાઈની સાથે ગયેલી. પરંતુ એ.ટી.એમ.ની સિસ્‍ટમમાં ખબર ના પડતા પાછળ ઉભેલા ઈસમે ચાલાકીથી એ.ટી.એમ.માંથી મહિલાના એકાઉન્‍ડમાંથી 40 હજાર ઉપાડી લીધેલા. મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભડકમોરા વાપીમાં રહેતી ગીતા શિવશંકર સરોજ નામની મહિલા તેના ભાઈ સાથે હાઈવે ચાર રસ્‍તા પાસે એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં બેલેન્‍સ તપાસવાગયેલી, કાર્ડ નાખ્‍યા પછી સમજ પડેલી નહી તેથી પાછળ ઉભેલા ઈસમે મદદ કરી હતી અને કાર્ડ પરત આપી દીધેલ તે પછી ગીતાબેનના ફોનમાં ખાતામાંથી 40 હજાર વિડ્રો કરાયાનો મેસેજ આવતા ચક્કર ખાઈ ગયા હતા. છેતરપીંડી અંગે તાત્‍કાલિક તેઓ પોલીસ સ્‍ટેશને પહોંચીને લેખિતમાં ફરિયાદ આપી હતી. પોલીસે સી.સી.ટી.વી. ફુટેજ મેળવી કાર્ડ બદલી નાખનાર આરોપીને પકડયાની તજવીજ હાથ ધરી છે. એ.ટી.એમ.માં આવા પ્રકારના ફોડ બનતા રહે છે તેથી સતર્કતા ખુબ જરૂરી છે.

Related posts

દાનહના વિદ્યાર્થીઓએ ચેન્નાઈના પટ્ટીપુલમાં ભારતના પહેલા હાઈબ્રીડ રોકેટ લોન્‍ચમાં લીધેલો ભાગ

vartmanpravah

દમણ અને દાનહમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસમાં એટીએમમાં કાર્ડ ફસાઈ ગયા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસ ફરિયાદ

vartmanpravah

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

vartmanpravah

Leave a Comment