September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

મતદાર જાગૃતિ તથા પ્રશિક્ષણ માટે શિક્ષણ વિભાગ કરશે સહયોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૪: મતદારોની સહભાગિતા દ્વારા મતદાર નોંધણી વધે અને આવનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વિભાગો સાથે સમજૂતી કરાર કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓ તથા યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધાવે અને મતાધિકાર અંગે જાગૃત થાય તે માટે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા મહત્ત્વના એવા શિક્ષણ નિયામક, ટેકનિકલ શિક્ષણ નિયામક અને સમગ્ર શિક્ષા સંગઠન, પ્રાથમિક શાળા નિયામક સાથે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા MoU કરવામાં આવ્યા.
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં વધુ સંખ્યામાં યુવાનોની સહભાગિતા વધે અને મહત્તમ યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શિક્ષણ વિભાગ સાથે સંલગ્ન નિયામક કચેરીઓ દ્વારા રાજ્ય ચૂંટણી તંત્રને સહયોગ કરવામાં આવશે. જે સંદર્ભે શાળા નિયામકશ્રી શાલિની દુહાન, ટેકનિકલ શિક્ષણ નિયામકશ્રી જી.ટી.પંડ્યા તથા સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર તથા પ્રાથમિક શિક્ષણ નિયામક ડો.શ્રીમતી રતનકુંવર ગઢવીચારણ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ૧૮ થી ૬૦ વર્ષની વય જૂથના મતદારોની નોધણી વધે તે માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે.તે માટે વિવિધ સરકારી/બિન સરકારી વિભાગો સંગઠનોમાં કાર્યરત માનવબળની સેવાનો લાભ લેવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે MoU કરવામાં આવી રહ્યા છે. જેનાથી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે અને તે થકી સમાજના વિવિધ વર્ગના મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી કચેરી દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે પણ મતદારોની સહભાગીતા વધારવા માટે MoU કરવામાં આવ્યા હતા.

Related posts

જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પી.એમ. મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રએ પત્રકારોને માહિતગાર કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ: વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્‍યક્ષ નિર્મળાબેન જાદવનું રાજીનામું

vartmanpravah

ભારત સરકારના કલા ઉત્‍સવ કાર્યક્રમમાં અભિષેક શાહે રાષ્‍ટ્રીય સ્‍તરે શાસ્ત્રીય ગાયન કૃતિ રજૂ દીવનું વધારેલું ગૌરવ

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

ચીખલીના થાલા ગામે વડાપ્રધાનના સંદેશા સાથેની લગાવવામાં આવેલ પથ્‍થરની તકલી (શિલાફલકમ)માંથી લખાણ ગાયબ!

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન આયોજીત ક્રિકેટ મેચ ટુર્નામેન્‍ટનો સમાપન કાર્યક્રમ યોજાયો : શ્રી શ્‍યામ ઈલેવન ફાઈનલ વિજેતા

vartmanpravah

Leave a Comment