Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્‍ટ ઉપર ચૂંટણી ઉપલક્ષમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કામગીરી

વલસાડ જિલ્લો મહારાષ્‍ટ્ર અને સંઘપ્રદેશની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો હોવાથી પોલીસ તંત્ર ખાસ એલર્ટ ઉપર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.30: વલસાડ જિલ્લામાં આગામી તા.7 મે ના રોજ લોકસભાની સામાન્‍ય ચૂંટણીનું મતદાન યોજાવવાનું હોવાથી શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થાય એ માટે જિલ્લા પોલીસ હાઈ એલર્ટ ઉપર છે. જિલ્લાની તમામ ચેકપોસ્‍ટ ઉપર રાઉન્‍ડ ધ ક્‍લોક તમામ વાહનોનું ચેકિંગ પોલીસ કરી રહી છે.
વલસાડ જિલ્લો ભૌગોલિક રીતે મહારાષ્‍ટ્ર અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની બોર્ડર સાથે સંકળાયેલો છે. આગામી તા.7 મે ના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે જિલ્લા પોલીસ હાઈએલર્ટ ઉપર છે. તમામ ચેકપોસ્‍ટ થકી વલસાડ જિલ્લામાં પ્રવેશતા વાહનોનું પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. દારૂ, રોકડ રકમ કે હથિયારો જેવી ગેરકાયદેસરની ચીજવસ્‍તુ વાહનો દ્વારા હેરાફેરી અટકાવવા પોલીસની બાજ નજર છે. તમામ વાહનોના નંબર નોંધણી સહિત સઘન ચેકિંગ રાઉન્‍ડ ધ ક્‍લોક પોલીસ દ્વારા તમામ ચેકપોસ્‍ટ ઉપર હાલમાં ચાલી રહ્યું છે. એક તરફ સંઘપ્રદેશ પ્રદેશ હોવાથી ગોપનીય રીતે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાની હરકતો અવિરત ચાલુ છે અને ચૂંટણીમાં દારૂની માંગ વધારે રહે તેથી પોલીસ ગેરકાયદે દારૂ ઘૂસાડવાની હરકતો ઉપર નજર રાખી રહી છે.

Related posts

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

સેલવાસ સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા આવેલ કમલેશ યાદવ પાસેથી બે અજાણ્‍યા યુવકોએ યુક્‍તિ અજમાવી રૂા. વીસ હજાર લઈને ફરાર થયા

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

ચીખલીમાં બિટીઍસ દ્વારા ભોગ બનનાર વધઇના આદિવાસી પરિવારો સાથે રાનકુવાથી પગપાળા રેલી યોજી ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

vartmanpravah

પારડી બેઠક ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો રાત્રી ચૂંટણી સભાઓ દ્વારા ધૂંઆધાર પ્રચાર

vartmanpravah

Leave a Comment