October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયોઃ કલેક્‍ટરને આવેદન અપાયું

પોલીસે કોંગ્રેસ કાર્યકરોને ડિટેઈન કર્યા : પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આપેલ નિર્દેશ અનુસાર યોજાયેલ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડ સ્‍ટેડિયમ રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ગુરુવારે કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રદેશથી આવેલ સુચનાઓનું વાંચન અને ઠરાવ કર્યા બાદ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. કાર્યક્રમ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકરોને ડીટેઈન કર્યા હતા.
કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરને અપાયેલ આવેદન મુજબ કેન્‍દ્ર સરકાર ઉપર પ્રજાવિરોધી સરકાર ગણાવીને બેફામ જીવન જરૂરીયાતની ચિજવસ્‍તુઓનો ભાવ વધારો પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસમાં ભાવ વધારા જેવા મુદ્દા આવરાયા હતા તેમજ અગ્નિપથ જેવી યોજનાનો વિરોધ કરાયો હતો. બેરોજગારી જેવા અનેક મુદ્દે કોંગ્રેસ દેશભરમાં જાહેર સ્‍થળોએમોંઘવારી હલ્લાબોલ કાર્યક્રમો યોજાશે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સુચના અનુસાર આજે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સરકાર વિરોધમાં ઠરાવ કરાયો હતો. આગામી તા.04 સપ્‍ટેમ્‍બર રવિવારના રોજ દિલ્‍હી રામલીલા મેદાનમાં મોંઘવારી ઉપર રાષ્‍ટ્રિય સ્‍તરે હલ્લાબોલ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Related posts

સરોધીમાં બાઈક ચાલક પર દીપડાનો હુમલો: બાઈક ચાલક અને ભત્રીજી ઘાયલ, બે નો બચાવ

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા પુર જેવી સ્‍થિતિ સર્જાઈ

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

vartmanpravah

સુરતમાં યોજાયેલી ઈન્‍ડિયાસ ટોપ મોડલ સીઝન 3 માં વલસાડની સોનાલી સિંગᅠપ્રથમ નંબરે વિજેતાᅠ

vartmanpravah

Leave a Comment