Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જૂના પ્રેમ પ્રકરણમાં મારામારી કરનારા ત્રણેયની ધરપકડ કરતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: પારડી દમણીઝાંપા, ડુંગરી ફળિયા, કેન પ્‍લાઝા બિલ્‍ડીંગ પાસે રહેતા અનિકેત દીપકભાઈ પટેલનો કોલેજકાળ દરમિયાન એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ તેનો નેહલ કિશોરભાઈ પટેલ રહે.ડી.સી.ઓ. સ્‍કૂલની પાછળ સાથે પણ સંબંધ હોય અનિકેતે તેની સાથેના પ્રેમ સંબંધ તોડી નાખ્‍યો હતો.
પરંતુ ત્‍યારબાદ પણ 1, નેહલ કિશોરભાઈ પટેલ રહે.ડી.સી.ઓ. સ્‍કૂલની પાછળ, 2, ધવલ રાજેશભાઈ પટેલ રહે.અતુલ પાર્ક ગેટનીબાજુમાં તથા 3, કળણાલ જીતેન્‍દ્ર ધોળીયા પટેલ રહે.પારડી કોલેજની બાજુમાં, નીલકંઠ સોસાયટી ત્રણેય મિત્રો અનિકેતને બજારમાં કે અન્‍ય જગ્‍યાએ ભેગા થતા ગાળા ગાળી કરતા હતા.
આ પ્રોબ્‍લેમનો અંત લાવવા તારીખ 23.5.2024 ના રોજ અનિકેત રાત્રે 11:30 કલાકે પોતાના મિત્ર દીપ અને અભિષેક સાથે દમણીઝાંપા, વલસાડથી વાપી જતા નેશનલ હાઈવે નંબર 48 સર્વિસ રોડ પર આવેલ મુકેશભાઈની દુકાન પાસે આ ત્રણેય મિત્રો બેસેલા હોય અનિકેતના મિત્ર દીપે સમધાન માટે કુણાલ નેહલ અને ધવલને મુકેશભાઈની દુકાન પાસે બોલાવતા ત્રણેય જણા મુકેશભાઈની દુકાને આવી ત્રણ પૈકી કળણાલે સોડાની બોટલ તથા નાળિયેરના તરાપાથી અનિકેતને મારતા તેને આંખની પાસે ઈજા થતાં ત્રણેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલી ગયા હતા.
આ અંગેની જાણ અનિકેતના પિતા દીપકભાઈ દલપતભાઈ પટેલને થતા તેઓ સ્‍થળ પર આવી અનિકેતને પારડી સરકારી હોસ્‍પિટલમાં સારવાર કરાવી આ ત્રણેય વિરુદ્ધ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હરકતમાં આવેલી પારડી પોલીસે આવા લુખ્‍ખા તત્‍વોને ડામી દેવા તાત્‍કાલિક પગલાંઓ ભરી આજરોજ આ ત્રણેય મારામારી કરનારાની ધરકપડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Related posts

સેલવાસ અયપ્‍પા મંદિર નજીક રિંગરોડ પાસેથી વહેતી ગટરમાંથી ઉભરાઈ રહેલી ગંદકીઃ લોકો ત્રાહીમામ

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહના ખડોલી ગામના રહીશોએ ગામમાંથી પસાર થનાર સૂચિત હાઈવે કરેલો વિરોધ : હાઈવેમાં જનાર જમીનના બદલામાં જમીન જ આપવા માંગ

vartmanpravah

વલસાડ ઔરંગા નદી પુલ ઉપર કાર પલટી મારી ગઈ

vartmanpravah

દમણ ભાજપ કાર્યાલય પાસે ઝેરી કોબ્રાને સુરક્ષિત રીતે પકડતા ગુરૂ બોરિંગવાલા

vartmanpravah

છેલ્લા પાંચ વર્ષમાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે સંઘપ્રદેશની મહિલાઓએ ભરેલી ઊંચી ઉડાન

vartmanpravah

Leave a Comment