Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં વિશ્વ માનસિક આરોગ્‍ય માસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાયક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડની જીએમઆરએસ મેડિકલ કોલેજ હોસ્‍પિટલ ખાતે માનસિક આરોગ્‍ય વિભાગ અને નેશનલ મેન્‍ટલ હેલ્‍થ પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ માનસિક આરોગ્‍ય માસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કોલેજ હોસ્‍પિટલના વિદ્યાર્થીઓ અને ઈન્‍ટર્ન ડોક્‍ટરો દ્વારા સમાજમાં માનસિક રોગો અને તેને કારણે ઉદભવતી સમસ્‍યાઓના બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે સિવિલ હોસ્‍પિટલની કેસ બારીની સામે સવારે 11 કલાકે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને ઈન્‍ટર્ન ડોક્‍ટરો દ્વારા નશા મુક્‍તિ અને બાળકોમાં જોવા મળતી ભણતરની સમસ્‍યા એટલે કે ડિસ્‍લેક્‍સી બાબતે નાટક ભજવી લોકોને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. આ બાબતોમાંથી કઈ રીતે છુટકારોમેળવવો તે બાબતની માહિતી પણ નાટક ભજવી પ્રસ્‍તુત કરવામાં આવી હતી. જેમાં હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે આવેલા દર્દીઓ તેમજ હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓ બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા. હોસ્‍પિટલ અને કોલેજના ડિન મેડિકલ્‍સ વિભાગના વડા તેમજ અન્‍ય તબીબી સ્‍ટાફ અને નર્સિંગ સ્‍ટાફ પણ ઉત્‍સાહભેર હાજર રહ્યા હતા.

Related posts

દાનહના સામરવરણીમાં રહેતા વેપારીનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

રાષ્ટ્રપતિ શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ-2019 વિજેતા વિરેન્‍દ્રભાઈ પટેલનું વાપી પી.ટી.સી. કોલેજમાં ‘શિક્ષક દિન’ નિમિત્તે કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપી યુપીએલ હાઈવે પુલ પાસેથી જીઆઈડીસી પોલીસે ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડીમાં રાત્રી ચૌપાલ યોજાઈ

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

Leave a Comment