Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાઃ ઘરમાં ઘુસી મારામારી કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ એક્‍ટીવા જપ્ત કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: દાદરા નગર હવેલીના દાદરા ગામે ગત 12 ઓગસ્‍ટના રોજ બે અજાણ્‍યા ઈસમો ઘરમાં ઘુસી રૂમમાં રહેતા વ્‍યક્‍તિને લાકડાના ફટકા મારી ઘરમાંથી રોકડ રકમ અને એક મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જેઓની ધરપકડ કરી મોબાઈલ, રોકડ રકમ અને એક એક્‍ટિવા જપ્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી ફૂલ રામદયાલ સિંહ કેમુર રહેવાસી દામોદર કોલોની નહેર ફળિયા, દાદરા જેઓના ઘરમા બે અજાણ્‍યા વ્‍યક્‍તિ ઘુસી આવી એમની સાથે મારપીટ કરી હતી. જેના કારણે ઘૂંટણ અને કમરમાં ઈજાઓ થઈ હતી અને એમનો રિયલમી કંપનીનો મોબાઈલ અને રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બાબતે સેલવાસ પોલીસે આઈપીસી 394, 34 મુજબ ગુનો નોંધી એસએચઓ અનિલ ટી.કે.ના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી પીએસઆઈ શશિકુમાર સિંહ, હેડ કોન્‍સ્‍ટેબલ નયન રાઠોડ સહિત ટીમે તપાસ દરમ્‍યાન ગુનામાં સામેલ એક સીસીએલને શોધી કાઢી બાદમાં એને રિમાન્‍ડ હોમ સુરત ખાતે મોકલવામાં આવ્‍યો હતો. બીજો આરોપી જે ફરાર હતો, શ્રીકેશ ઉર્ફે પોલુ રાકેશસિંહ (ઉ.વ.23)રહેવાસી હરિયા પાર્ક વાપી, જેને 27 ઓગસ્‍ટના રોજ ઝડપી પાડી તેથી ધરપકડ કરવામાં આવ્‍યો હતો એની પાસેથી ચોરી કરવામાં આવેલ મોબાઈલ રોકડ રકમ 19 હજાર રૂપિયા અને ગુનામાં વાપરવામાં આવેલ એક્‍ટિવા મોપેડ જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ આરોપી અગાઉ સેલવાસમાં પાંચ ગુનાહિત બાબતોમાં, દમણમાં બે કેસમાં અને વલસાડ જિલ્લામાં 11 કેસોમાં સામેલ હતો. એણે ધોરણ દસ સુધીનો અભ્‍યાસ કર્યો છે અને 2017થી ચોરી, લૂંટ, હત્‍યાનો પ્રયાસ, અપહરણ વગેરે ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ છે.

Related posts

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના એંધાણઃ ભાજપ-શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે થનારૂં સમરાંગણ

vartmanpravah

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

ડાંગ જિલ્લામાંઆદિવાસી પરંપરાગત રીતે ઉજવાતો ‘વાઘ બારસ’નો તહેવાર

vartmanpravah

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

Leave a Comment