October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ફુલ આપી નિયમોના પાલન કરવા બાબતે આપવામાં આવેલી જાણકારી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતિ અમલીકરણ અભિયાન અંતર્ગત સેલવાસ શહીદ ચોક ચાર રસ્‍તા નજીક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન દ્વારા ગુલાબના ફુલ આપી નિયમ મુજબ વાહન ચલાવવા અને બાઈક ચલાવતી વખતે ફરજીયાત હેલ્‍મેટ પહેરવું, ફોર વ્‍હીલર ચલાવતી વખતે ફરજીયાત સીટ બેલ્‍ટ બાંધવો જેવા નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્‍યાન એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, ટ્રાફિક ઈન્‍ચાર્જ શ્રી આર.કે.ગાવિત સહિત ટ્રાફિક પોલીસ સ્‍ટાફ જોડાયો હતો.
આ ટ્રાફિક અભિયાનમાં 400 ફુલો આપવામાં આવ્‍યા હતા અને લગભગ 3500 જેટલા લોકોમાં જાગૃતિ સંદેશ ફેલાવ્‍યો હતો. જ્‍યારે 36 ઈ-ચલન જારી કરાયા હતા જેમાં રૂા.38,000નો દંડ વસૂલવામાં આવ્‍યો હતો. અભિયાન દરમિયાન કુલ 250 ચલન જારી કરાયા હતા જેમાં રૂા.201500નો દંડ વસૂલ કરવામાં ટ્રાફિક પોલીસ વિભાગે સફળતા મેળવી હતી.

Related posts

ચીખલી તાલુકાના તેજલાવ પ્રાથમિક શાળામાં યોજાયું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

vartmanpravah

વલસાડના પારનેરા ડુંગર પર રાજ્‍ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

vartmanpravah

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

ચીખલીના મજીગામમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગને જોડતા લિંક રોડ સ્‍થિત મોતને આમંત્રણ આપી રહેલ ફયુઝ વગરની ખુલ્લી ડીપી

vartmanpravah

ઉમરગામ જેટીની હાથ ધરાયેલી સર્વેની કામગીરી

vartmanpravah

Leave a Comment