June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: ‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરોનું આયોજન તા.27 ઓગસ્‍ટના રોજ કરવામાં આવ્‍યું હતું. આ શિબિરનો ઉદ્દેશ્‍ય ફક્‍ત પૈગામે હુસેન દુનિયાને પહોંચાડવાનો છે અને અત્‍યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડ 34,723 બોટલનો છે જેને તોડી પચાસ હજાર બોટલનો બ્‍લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો હતો. આ મિશનને પૂર્ણ કરવામાં દરેક દેશે સાથ આપવાનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. જે સંદર્ભે સેલવાસમાં ખોજા શિયા ઈશના અસહરી જમાત અને સેલવાસ મુસ્‍લીમ સમાજ દ્વારા ઇમામ હુસેનના રોજે મુબારક પર બાવીસાફળિયામાં રક્‍તદાન શિબિરનું આયોજન ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં મુસ્‍લીમ સમાજના પુરુષો અને મહિલાઓએ પણ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ શિબિરમાં 100યુનિટ રક્‍ત એકત્ર થયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી મેહબૂબભાઈ રાજાની અને એમની ટીમ મુર્તુજાબાઈ, સદામભાઈ મેમણ, શબ્‍બીર મેમણ સહિત સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો હતો.

Related posts

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામની સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જ ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ખ્‍યાલ રહ્યો હશે

vartmanpravah

નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્‍પધાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપી એલ. જી. હરિયા સ્‍કૂલના બાળકો આંતર સ્‍કૂલ ક્‍વિઝ સ્‍પર્ધામાં ઝળક્‍યા

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીઓમાં તસ્‍કર ગેંગનો ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

વાપી ચલામાં રમઝટ ગૃપ રાસ ગરબાનો આયોજક રામકુમાર દવે 18 લાખનો ચુનો લગાવી ફરાર

vartmanpravah

Leave a Comment