Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

કેટલાક ઉમેદવારે ડમી ફોર્મ ભર્યા હતા તો કોઈકે ડિપોઝિટ પણ ભરી ન હતી તો કોઈકે 10ને બદલે માત્ર 1 કે 2 ટેકેદારથી ફોર્મ ભર્યું હોવાથી ઉમેદવારી પત્રો નામંજૂર કરાયા

હવે તા.17 નવેમ્‍બર ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી ત્‍યારબાદ ચિત્ર સ્‍પષ્ટ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: ગુજરાત વિધાનસભાસામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લામાં તા.1 ડિસેમ્‍બરના રોજ 5 વિધાનસભા બેઠક પર મતદાન થનાર હોવાથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે તા. 15 નવેમ્‍બરે મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કુલ 38 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા જ્‍યારે 21 ફોર્મ રદ્દ કરવામાં આવ્‍યા હતા. હવે આગામી તા.17 નવેમ્‍બરે ગુરૂવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી ત્‍યારબાદ જિલ્લામાં ફાઈનલ ઉમેદવારોનું ચિત્ર સ્‍પષ્ટ થશે.
આજે તા.15 નવેમ્‍બરે મંગળવારે ઉમેદવારી પત્રો ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 178-ધરમપુર (અ.જ.જા.) બેઠક પર 10 ફોર્મ મંજૂર થયા હતા જ્‍યારે 2 ફોર્મ રદ્દ થયા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ છોટુભાઈ પટેલ(રહે.દાદરી ફળિયા,કાકડકુવા,તા.ધરમપુર,જિ.વલસાડ), ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર કિશનભાઈ વેસ્‍તાભાઈ પટેલ (રહે. મુ.પો.કાંગવી, તા.ધરમપુર, જિ.વલસાડ), બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રતિલાલ વજીરભાઈ ઠાકર્યા (રહે. સકલા ફળિયુ, નાની ઢોલડુંગરી, તા.ધરમપુર, જિ.વલસાડ), આમ આદમી પાર્ટીના ઉમેદવાર કમલેશભાઈ ઘેલાભાઈ પટેલ (રહે.કોઠી ફળિયા, ધરમપુર, જિ.વલસાડ), કોમ્‍યુનિસ્‍ટ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (માર્કશીસ્‍ટ-લેનીનીસ્‍ટ) લીબ્રેશનના ઉમેદવારબારાત આનંદભાઈ ડુબીયાભાઈ (રહે.વાઘવળ, તા.ધરમપુર, જિ.વલસાડ), ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર સુરેશ બલ્લુભાઈ પટેલ (રહે.કાનજી ફળિયુ, આસુરા, તા.ધરમપુર, જિ.વલસાડ) અને અપક્ષ તરીકે 4 ઉમેદવારોના ઉમેદવારી પત્રો મંજૂર થયા હતા. અપક્ષમાં કલ્‍પેશ અમ્રતભાઈ પટેલ (રહે.ડુંગરી ફળિયા, મોટી ઢોલડુંગરી, ધરમપુર, વલસાડ) ગાવિત કલ્‍પેશ મગનભાઈ (રહે.પટેલ ફળિયા, ગનવા, તા.ધરમપુર, જિ.વલસાડ), જાનુભાઈ ધાકલભાઈ કાકડ (રહે. પૈખેડ,ધરમપુર, વલસાડ) અને પટેલ રાજેશભાઈ ખંડુભાઈ (રહે. પ્રેમલા ફળિયુ, ભાંભા, તા.ધરમપુર, જિ.વલસાડ)નો સમાવેશ થાય છે. જ્‍યારે ગણેશભાઈ દુર્લભભાઈ બિરારી અને રાજેશભાઈ વજીરભાઈ પટેલનું ઉમેદવારી પત્ર વૈકલ્‍પિક હોય અને ઉમેદવારી પત્રનો ભાગ-2 ભરેલો ન હોવાથી રદ્દ થયું હતું.
179- વલસાડ બેઠક પર 8 ફોર્મ મંજૂર થયા હતા જ્‍યારે 4 નામંજૂર થયા હતા. ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર કમલભાઈ શાંતિલાલ પટેલ (રહે.કણબીવાડ, રાબડા, તા.જિ.વલસાડ), ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ કીકુભાઈ પટેલ (રહે. સરપંચ ફળિયુ, પારડી પારનેરા, તા.જિ.વલસાડ), સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કમલેશ ભરતભાઈ યોગી (રહે. રામ મંદિર, બોરડી ફળિયા, વાંકલ, તા.જિ.વલસાડ), પ્રજા વિજય પક્ષના ઉમેદવાર મહેશ વિનાયકરાયઆચાર્ય (રહે. 6-વશીયરવેલી, અતુલ રોડ, તા.જિ.વલસાડ) ભારતીય રિપબ્‍લિકન પાર્ટીના ઉમેદવાર રાજેશ ઠાકોરભાઈ ગોહિલ (રહે. પ્રાઈમરી સ્‍કૂલ, જેસીયા ફળિયા, વાઘલધરા, તા.જિ.વલસાડ), આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ મંગુભાઈ પટેલ (રહે. સંઘની સામે, માસ્‍તર રોડ, વલસાડ), રાષ્‍ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર હેમંત ગોપાળભાઈ ટંડેલ (રહે. જુની બાવરી, સરસ્‍વતી સ્‍ટ્રીટ, કોસંબા, તા.જિ. વલસાડ) અને અપક્ષ ઉમેદવાર તરીકે ઉર્વશી રોહનભાઈ પટેલ (રહે.1103-2, માસ્‍તર રોડ, વલસાડ)નો ફોર્મ મંજૂર થયા છે. જ્‍યારે દર્શનાબેન કિશોરભાઈ પટેલ અને ગણપત ડાહ્યાભાઈ પટેલે ઉમેદવારી ફોર્મમાં ભાગ નં. 2 ભરેલો ન હોવાથી ઉમેદવારી પત્ર રદ્દ થયું હતું. આ સિવાય મહેશ આચાર્ય અને હેમંત ટંડેલે બિન માન્‍યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવાર તરીકે ભરેલુ તેમનું ફોર્મ મંજૂર કરવામાં આવ્‍યું હોવાથી અપક્ષ તરીકે ભરવામાં આવેલા તેમના ફોર્મ રદ્દ થયા હતા.
180-પારડી બેઠક પર 7 ઉમેદવારી પત્ર મંજૂર થયા હતા, જ્‍યારે 2 રદ્દ થયા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કનુભાઈ મોહનલાલ દેસાઈ (રહે. સંકલ્‍પ સોસાયટી, ગુંજન રોડ, વાપી), કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન હરેશભાઈ પટેલ (રહે. કલવાડા, તા.જિ.વલસાડ), આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેતન કિશોરભાઈ પટેલ(રહે. બલીઠા, દાંડીવાડ, વાપી), રાષ્‍ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર સંજય પરસોત્તમભાઈ પરમાર (રહે. નિશાળ ફળિયા, આમળી, તા. પારડી, જિ.વલસાડ), અપક્ષ ઉમેદવાર કેતન અરવિંદભાઈ પટેલ (રહે. મુકતાનંદ માર્ગ, ચલા, વાપી), અપક્ષ ઉમેદવાર પટેલ નવીન શંકરભાઈ (રહે. ઢંઢોળીયા ફળિયા, દેસાઈવાડ, ઉમરસાડી, તા.પારડી, જિ,વલસાડ) અને અપક્ષ ઉમેદવાર પ્રવિણ ભોલાપ્રસાદ સિંહ (રહે. માનસી કોમ્‍પલેક્ષ, દેસાઈવાડ, ચણોદ, વાપી)ના ઉમેદવારી પત્ર મંજૂર થયા હતા. જ્‍યારે દેસાઈ મહેશકુમાર મોહનલાલ માન્‍યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીના ડમી ઉમેદવાર હોવાની સાથે આ પક્ષના મુખ્‍ય ઉમેદવારનું ઉમેવારીપત્ર માન્‍ય કર્યુ હોવાથી મહેશકુમારનું ફોર્મ અમાન્‍ય થર્યું હતું. મીરજા મહમદ ઈમરાન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ફક્‍ત એક દરખાસ્‍ત કરનાર સાથે ફોર્મ રજૂ કર્યુ હતુ અને આ પક્ષ માન્‍યતા પ્રાપ્ત ન હોય અને 10 દરખાસ્‍ત કરનાર સાથે ભાગ-2 ભરેલો ન હોવાથી ફોર્મ અમાન્‍ય કરવામાં આવ્‍યું હતું.
181- કપરાડા (અ.જ.જા.) બેઠક પર કુલ 7 ઉમેદવારી પત્ર મંજૂર થયા હતા જ્‍યારે 1 રદ થયું હતું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ હરજીભાઈ ચૌધરી (રહે. નિશાળ ફળિયા, કાકડકોપર, તા.કપરાડા, જિ.વલસાડ), ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર વસંતભાઈ બરજુલભાઈ પટેલ (રહે.પટેલ ફળિયા, સુખાલા, તા.કપરાડા,જિ.વલસાડ), બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વૈચંદભાઈ લલ્લુભાઈ પટેલ (રહે. નિશાળ ફળિયા, પાટી, ધોધડકુવા, તા.પારડી, જિ.વલસાડ), કોમ્‍યુનિસ્‍ટ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (માર્કસિસ્‍ટ-લેનિનિસ્‍ટ) લિબરેશનના ઉમેદવાર ગુરવ કમલેશ શ્રાવણભાઈ (રહે. મોટી પલસાણા, કરંજલી ફળિયુ, તા.કપરાડા,જિ.વલસાડ), આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયેન્‍દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાંવિત (રહે. મનાલા(બરડા), ખડકવાળ, તા.કપરાડા, જિ.વલસાડ), રાષ્‍ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર સુભાષ રડકાભાઈ પટેલ (રહે. શિવમ સોસાયટી, કિલ્લા પારડી, તા.પારડી, જિ. વલસાડ) અને અપક્ષ ઉમેદવાર તરીકે ગૌરાંગ રમેશભાઈ પટેલ (રહે. શિંગાડ ફળિયા, મોટાપોંઢા, તા.કપરાડા, જિ. વલસાડ)ના ફોર્મ માન્‍ય થર્યા છે. જ્‍યારે પટેલ મુકેશભાઈ જીવણભાઈ ભાજપ પક્ષ તરફથી રજૂ થયેલા ફોર્મ એ અને બીમાં વૈકલ્‍પિક ઉમેદવાર છે. મુખ્‍ય ઉમેદવારનું ફોર્મ માન્‍ય હોવાથી મુકેશ પટેલનું ફોર્મ અમાન્‍ય ઠર્યું હતું.
182- ઉમરગામ (અ.જ.જા.) બેઠક પર 6 ફોર્મ મંજૂર થયા હતા જ્‍યારે 12 રદ્દ થયા હતા. ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ વજીરભાઈ વળવી (રહે. ઘર નં. 846, નરોલી ફાટક, ભીલાડ, તા.ઉમરગામ, જિ.વલસાડ), કોમ્‍યુનિસ્‍ટ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (માર્કસીસ્‍ટ)ના ઉમેદવાર બોચલ હસમુખભાઈરમણભાઈ (રહે. સરીગામ, પહાડપાડ, તા.ઉમરગામ, જિ.વલસાડ), ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમણલાલ નાનુભાઈ પાટકર, (રહે. પાટકર ફળિયુ, ધોડીપાડા, તા.ઉમરગામ, જિ.વલસાડ), આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક મોહનભાઈ પટેલ, (રહે. મમકવાડા, સરઈ, તા.ઉમરગામ, જિ.વલસાડ), કોમ્‍યુનિસ્‍ટ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (માર્કસિસ્‍ટ-લેનિનિસ્‍ટ) લિબરેશનના ઉમેદવાર મોહનભાઈ રવિયાભાઈ કોહકેરીયા (રહે. પ્રભુ ફળિયુ, ખતલવાડા, તા. ઉમરગામ, જિ.વલસાડ) અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર વઘાત રવિન્‍દ્રભાઈ સોમાભાઈ (રહે. સરીગામ, બોન્‍ડપાડા, તા.ઉમરગામ, જિ.વલસાડ)ના ઉમેદવારી પત્ર માન્‍ય ઠર્યા છે. જ્‍યારે અશોક મોહનભાઈ પટેલે કુલ બે ફોર્મ ભર્યા હતા જેમાંથી એક ફોર્મ મંજૂર થયુ હોવાથી બીજુ ફોર્મ નામંજૂર કરાયું છે. બલદેવ ગજુભાઈ પટેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, મુખ્‍ય ઉમેદવારનું ફોર્મ માન્‍ય હોવાથી તેમનું નામંજૂર કરાયું છે. મનોજ ઈશ્વરભાઈ ધોડીએ માત્ર 2 ટેકેદાર રજૂ કર્યા હતા. ઉમેદવારે કાયદા મુજબ 10 ટેકેદારોથી ફોર્મ રજૂ કરવાનુ હોય છે અને સોગંદનામુ અધૂરી વિગતવાળુ હતુ, નોટિસ આપવા છતાં નવુ સોગંદનામુ રજૂ કર્યુ ન હોવાથી ફોર્મ નામંજૂર થયું હતું. વારલી હિતેશ પ્રભુભાઈ ભારતીય ટ્રાયબલ પાર્ટીના વૈકલ્‍પિક ઉમેદવારછે. મુખ્‍ય ઉમેદવારનું ફોર્મ મંજૂર હોવાથી તેમનુ નામંજૂર કરાયું છે. સંજય શાંતુભાઈ વળવીએ અપક્ષ ફોર્મ ભર્યુ હતુ પરંતુ ડિપોઝિટ ભરી ન હોવાથી ફોર્મ નામંજૂર થયું છે. નરેશ વજીરભાઈ વળવીએ બે ફોર્મ ભર્યા હતા એક મંજૂર થયુ હોવાથી બીજુ નામંજૂર થયું છે. મહેશ રવુભાઈ વારલી કોંગ્રેસના ડમી ઉમેદવાર હોવાથી ફોર્મ રદ થયું હતું. રમણલાલ પાટકરે કુલ 4 ફોર્મ ભર્યા હતા. પ્રથમ ફોર્મ મંજૂર થતા બાકીના 3 ફોર્મ નામંજૂર થયા હતા. રામદાસ સોમાભાઈ વરઠા ભાજપના ડમી ઉમેદવાર હોવાથી ફોર્મ નામંજૂર કરાયું હતું. મોહનભાઈ રવિયાભાઈ કોહકેરીયા, વઘાત રવિન્‍દ્રભાઈ સોમાભાઈ અને બોચલ હસમુખભાઈ રમણભાઈના પ્રથમ ફોર્મ મંજૂર થયા હોવાથી અન્‍ય ફોર્મ નામંજૂર કરાયા હતા.

Related posts

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્‍ય નથી પરંતુ..  સેલવાસ ન.પા. દ્વારા વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કાઢવામાં આવીરહેલું નિકંદન

vartmanpravah

કપરાડાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને કાર્યક્ષમ નેતૃત્‍વના કારણે દાનહ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશનકોર્પોરેશને સતત બીજા વર્ષે પણ રૂા.105 કરોડનો રળેલો નફો

vartmanpravah

વાપી ત્રિરત્‍ન સર્કલને ટેન્‍કરે ટક્કર મારી મહાનુભાવોના સ્‍ટ્રક્‍ચરને જમીનદોસ્‍ત કરતા હંગામો

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

પોર્ટુગીઝોનું ગોવા પરનું એટલે કે ભારત પરનું આક્રમણ અને શાસન એ જોર જુલમનો જીવતો ઇતિહાસ

vartmanpravah

Leave a Comment