Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડ

નવસારી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને શ્રી નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પમી જન્‍મદિનની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.28: નવસારી તીઘરા રોડ લેઉઆ પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલ સમારંભમાં પ્રા. ડૉ. સ્‍વાતિ નાયક રચિત અને પંકજ પારેખ દ્વારા શ્વર અપાયેલ સયાજીવૈભવ ગીતનું લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદમહેમાનોને હસ્‍તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પુસ્‍તકાલયના પ્રમુખ પ્રશાંત પારેખે મહેમાનો, આમંત્રિતોને આવકારી સંસ્‍થાની કામગીરીની વિસ્‍તૃત માહિતી આપી હતી. સયાજી વૈભવ લાઈબ્રેરી આજે એમના સંચાલનને કારણે માત્ર નવસારી નહિ, ગુજરાત નહીં પણ વિશ્વભરમાં નામના ધરાવે છે. પુસ્‍તકાલયની નવીનીકરણના પ્રયત્‍નો થઈ રહ્યા છે. કહેવાય છે કે જ્‍યાં સરસ્‍વતી હોય ત્‍યાં લક્ષ્મીકળપા થઈ જતી હોય છે. કાર્યક્રમ દરમિયાન લાઈબ્રેરીના નવીનીકરણ માટે દાતાશ્રીઓએ પોતાનું દાન આ સંસ્‍થા માટે લખાવ્‍યું હતું.
આજના સમારંભમાં મેઘાણીની 125મી જન્‍મજ્‍યંતી નિમિતે વિવિધ સ્‍પર્ધામાં વિજેતા બનેલી શાળાઓને રોકડ પુરસ્‍કાર, ટ્રોફી, પુસ્‍તક ભેટ અપાયા હતા. પ્રાથમિક માધ્‍યમિક બન્નેમાં નાની અને મોટી શાળા એમ વિભાગો વર્ગીકરણ કરી ઈનામોનું વિતરણ કરાયું હતું. સાહિત્‍ય વિભાગ, ગીત સ્‍પર્ધા, વકતૃત્‍વ સ્‍પર્ધા, નિબંધ, વાર્તા, રંગોળી, ચિત્ર સ્‍પર્ધા, મેઘાણીના જીવસનચરિત્ર વિશેના નાટકો વગેરે અનેક પ્રવૃત્તિ માટે ઈનામો અપાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કીર્તિદા વૈદ તથા ઈનામ વિતરણનું સંચાલન મંત્રી માધવી શાહે કર્યું હતું. સમગ્ર સભાખંડ શ્રોતાગણથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. કાર્યક્રમના અતિથિ ઉદ્યોગપતિ ડૉ. દિનેશભાઈજોષીએ અનુભવો વહેંચીને સરસ પ્રવચન આપ્‍યું હતું. મુખ્‍ય અતિથિ ભાવનગર યુનિવર્સિટી ગુજરાતી વિભાગ અધ્‍યક્ષ તેમજ સાહિત્‍યકાર પ્રા. ડો. મહેન્‍દ્રભાઈ પરમારે મેઘાણી વિશે પ્રવચન આપી બધાને ભાવવિભોર કર્યા હતા. લેઉઆ પાટીદાર સમાજના ટ્રસ્‍ટીઓ અજિતભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. લાઈબ્રેરીના પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્‍ટીઓ, ટ્રેઝરર, પ્રોજેક્‍ટ કન્‍વીનર, લાઈબ્રેરી સ્‍ટાફના અથાગ પ્રયત્‍નો દેખાય રહ્યા હતા. સૌના સાથ સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ પદનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ દીપેશભાઈ ટંડેલનું પુનરાવર્તન કે પછી પરિવર્તન?

vartmanpravah

સેન્ટ્રલ પ્રાઈમરી મરાઠી સ્કૂલ, સેલવાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ સાતમાલીયા ડિયર પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બે દિવસ વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે

vartmanpravah

ડાહ્યાભાઈ પટેલ કોંગ્રેસના સાંસદ હોવા છતાં તેમણે એનડીએ સરકાર સાથે રાખેલા તાલમેલના કારણે દમણ-દીવના કામોને પણ મળેલી અગ્રતા

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં સોળે કળાએ ખિલેલું ભાજપનું કમળઃ જાગૃત જનતાએ તકસાધુઓને મારેલી લપડાક

vartmanpravah

Leave a Comment