January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેલવાસના બંગલામાંથી રૂા.20 લાખની રોકડ-ઘરેણાં ચોરી નિકળેલા બે ચોરને વાપી પોલીસે દબોચી લીધા

સેલવાસના બંગલામાં નોકર બની ફરજ બજાવતા થાનાજી ઠાકોર અને હરીશ ઠાકોર ચોરી કરી વતન બનાસકાંઠા જવા નિકળતા પોલીસે ઈમરાન નગરથી ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: સેલવાસ બંગલામાં નોકર તરીકે ફરજ બજાવતા બે નોકરો બંગલામાં રોકડા રૂપિયા 1.61 લાખ અનેસોનાના ઘરેણા મળી કુલ રૂા.20 લાખની ચોરી કરી વતન બનાશકાંઠા પહોચે તે પહેલા વાપી પોલીસે બન્ને ચોરોને ઈમરાનનગરમાં ધબોચી લીધા હતા.
વાપી પોલીસ રૂટીન વાહન ચેકિંગમાં હતી ત્‍યારે ઈમરાનનગરમાં રિક્ષામાં જઈ રહેલ બે શંકાસ્‍પદ ઈસમો લાગતા પોલીસે રીક્ષામાંથી ઉતારી તેમની પૂછપરછ કરી હતી તેમજ તેમની બેગ ચેકિંગ કરતા પોલીસ ચોકી ગઈ હતી. બેગમાં રોકડા રૂપિયા 1.61 લાખ અને રૂા.18.50 લાખના સોનાના ઘરેણા મળી આવ્‍યા હતા. પોલીસે બન્નેની અટક કરી પોલીસ સ્‍ટેશન લાવી પૂછપરછ કરી હતી. આરોપીઓએ જણાવ્‍યું હતું કે, સેલવાસ બંગલામાં 15 દિવસ પહેલા નોકરી કરવા જોડાયા હતા. બન્ને આરોપીઓ તેમના નામ થાનાજી ઠાકોર અને હરીશ ઠાકોર રહે.બનાશકાંઠા વાવ જણાવેલ પોલીસે રૂા.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપી ચોરને સેલવાસ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના જન પ્રતિનિધિઓએ દિલ્‍હીની લીધી મુલાકાત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીમાં સીડી ઉપર ચઢી મશીનરી સાફ કરતા ગબડી ગયેલ કામદારનું મોત

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

કમોસમી વરસાદથી દમણમાં ખુશનુમા બનેલું વાતાવરણ : શુક્રવારે કેટલાક વિસ્‍તારોમાં વરસાદની આગાહી

vartmanpravah

વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્‍માન કરાયુ

vartmanpravah

Leave a Comment