January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી એપીએમસી મંડપનો કેરી ચોર ઝબ્બે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડી એપીએમસી માર્કેટની હદમાં નેટનો મંડપબાંધી સ્‍થાનિક બહેનો વર્ષોથી સિઝનમાં કેરીનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
દિવસ દરમ્‍યાન કેરી વેચ્‍યા બાદ મોડી સાંજે નેટના બનાવેલ મંડપમાં જ કેરેટમાં કેરીઓ ભરી મંડપ બંધ કરી રાત્રી દરમિયાન પોતાના ઘરે જઈ સવારે પરત ફરી કેરીનો વેપાર કરે છે.
તારીખ 16.6.2024 ના રોજ નિત્‍યક્રમ મુજબ આ બહેનો દિવસ દરમિયાન કેરીઓ વેચી રાત્રે બાકી રહેલ કેરી કેરેટમાં ભરી નેટના બનાવેલ મંડપમાં મૂકી પોતાના ઘરે ગઈ હતી.
આ દરમિયાન મોડી રાત્રે કોઈ ચોર ઈસમ આ નેટનો મંડપ પાછળથી ફાળી નાખી પોતાની સાથે લાવેલ છોટા હાથી ટેમ્‍પો નંબર જીજે 15 એવી 6303 માં મંડપની અંદર રાખેલ 20 જેટલા કેરી ભરેલ કેરેટ કિંમત 32000 ની ચોરી કરી ભાગી ગયો હતો.
આ અંગેની ફરિયાદ ભોગ બનનાર બહેનોએ પારડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતા પારડી પોલીસ હરકતમાં આવી હતી અને ડી.વાય.એસ.પી કુલદીપ નાઈ ની સૂચના અનુસાર પી.આઈ. જી.આર.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી.એલ. વસાવાની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજને આધારે અને પારડી પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઈ ચંદુભાઈ સુરપાલને મળેલ બાતમીને લઈ ઓરવાડ તળાવની પાળ મોરા ફળિયા ખાતે રહેતા મૂળ યુ.પી.ના એવા રવિ ચંદ્રભાન ચૌહાણને ધરપકડ કરતા તેણેઆ કેરીની ચોરી કરી વલસાડ ખાતે 30 હજાર રૂપિયામાં વેચી હોવાની કબુલાત કરતા પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. ડી.એલ.વસાવા વધુ તપાસ કરી રહ્યા છે.

Related posts

‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન” અંતર્ગત દાદરા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

વાપી નગરના લોકોએ સતત 20 વર્ષ માટે ભાજપને પાલિકાની શાસન ધૂરા સંભાળવા આપેલો જનાદેશ

vartmanpravah

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

મોટી દમણના લાઈટ હાઉસ ટેન્‍ટસીટી ફર્ન હોટેલ સામેના બીચ ઉપરથી રાહુલ મનસુખ દુબે નામનો યુવક ગુમ

vartmanpravah

Leave a Comment