Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ.માંદિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ સાધનોનો ત્રિદિવસીય સેવા યજ્ઞનો પ્રારંભ

વાપી-સરીગામ હેરંબા કંપની દ્વારા રત્‍નનિધિ ચેરીટેબલ ટ્રસ્‍ટના સથવારે આયોજન : 400 જેટલા દિવ્‍યાંગ રજીસ્‍ટર થયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં આજ સોમવારથી ત્રિદિવસીય દિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ, પગ, વ્‍હિલચેર અને સાધનો વિતરણ કરવાનો કેમ્‍પનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારા આ કેમ્‍પમાં વલસાડ જિલ્લાના 500 જેટલા દિવ્‍યાંગ લાભાર્થી રજીસ્‍ટર થયા છે.
વાપી જી.આઈ.ડી.સી. અને સરીગામમાં કંપની ધરાવતા હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા સી.આર.એસ. ફંડ દ્વારા જિલ્લાના દિવ્‍યાંગોને જરૂરી એવા કૃત્રિમ હાથ-પગ, વ્‍હિલચેર, કેલીપર્સ જેવા સાધનો નિઃશુલ્‍ક આપવાનો ત્રિદિવસીય કેમ્‍પ આજથી વી.આઈ.એ. વાપીમાં પ્રારંભ થયો હતો. કંપની અને ભારતની જાણીતી રત્‍નનિધી ચેરીટેબલ ટ્રસ્‍ટના સહયોગથી આયોજન કરાયું છે. ટ્રસ્‍ટ દેશભરમાં 40 વર્ષથી વિશેષ બનાવેલ દિવ્‍યાંગો માટેના સાધનોનો કેમ્‍પ યોજે છે. હેરંબા ગૃપ પાંચ વર્ષથી જોડાયેલ છે. આ કેમ્‍પમાં 400 ઉપરાંત દિવ્‍યાંગોને સંસ્‍થા (ટ્રસ્‍ટ) એ બનાવેલા સાધનો પુરા પાડશે તેવુ પ્રોજેક્‍ટ મેનેજર નંદા ઠક્કરે જણાવ્‍યું હતું., અકસ્‍માત કે અન્‍ય કારણો પોલીયો વગેરેથી હાથ-પગગુમાવતા દિવ્‍યાંગો માટે આ માનવતાનો સેવા યજ્ઞનું આયોજન કર્યું છે તેવુ હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝના મેનેજર રૂપેશ વેગડાએ જણાવ્‍યું હતું. કંપની સી.આર.એસ. ફંડ હેઠળ થયેલા આ સેવાયજ્ઞમાં 400 જેટલા દિવ્‍યાંગો રજીસ્‍ટર થયા છે. તેમને જરૂરી સાધનો, જયપુરના પગ વ્‍હિલચેર, કેલિપર્સ વગેરે નિઃશુલ્‍ક પ્રદાન કરવામાં આવશે. કેમ્‍પ તા.31 ઓગસ્‍ટ સુધી કાર્યરત રહેશે.
—–

Related posts

દમણઃ દુણેઠા ખાતે અઢી વર્ષ પહેલા પત્‍નીની હત્‍યા કરવાની કોશિષમાં પતિને પાંચ વર્ષની જેલ અને રૂા.25 હજારનો દંડ

vartmanpravah

મલીયાધરા ગામે મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકની પાછળ બેસેલ મહિલાનું પટકાતા મોત

vartmanpravah

દી ન.પા.ની ચૂંટણી 7મી જુલાઈએ યોજાશેઃ આજથી ઉમેદવારી પત્રક ભરાવાનો આરંભ: દીવ શહેરમાં રાજકીય સળવળાટ તેજ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

દીવના રહેવાસી દિપિકાબેનની ગાડીમાં આગલાગતાં ગાડી બળીને ખાખ : ગાડીમાં સવાર લોકોએ હેમખેમ બહાર નીકળી બચાવ્‍યો જીવ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસનો સમાજ લક્ષી અભિગમનો નવતર કાર્યક્રમ : બેંક સહયોગ સાતે લોન મેળાનું આયોજન

vartmanpravah

Leave a Comment