April 27, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયની સ્‍વાયતશાહી સંસ્‍થા નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા તા.ર9મી ડિસેમ્‍બરના રોજ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને દમણ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવના માર્ગદર્શનમાં આ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પોર્ટસ મીટમાં 100 મીટરની રેસ, ટગ ઓફ વોર, વોલીબોલ અને કરાટે જેવી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં દમણ જિલ્લાના વિવિધ યુવા મંડળોની ટીમોના 300થી વધુ યુવાઓએ ભાગ લીધો હતો.
આ સ્‍પર્ધામાં ટગ ઓફ વોર પુરુષ કેટેરીમાં પુલર ટીમ વિજેતા રહી હતી અને ભીમપોર ટીમ ઉપ વિજેતારહી હતી. જ્‍યારે મહિલા કેટેગરીમાં ધ વંડર વીમેન પહેલા સ્‍થાને રહી અને ડાયનામાઈટ ટીમ બીજા સ્‍થાને રહેવા પામી હતી. વોલીબોલમાં ટીમ લિમીટલેસ વિજેતા રહી હતી, જયારે જ્ઞાનધારા યુથ ક્‍લબ ટીમ ઉપ વિજેતા બની હતી. માર્શલ આર્ટસ ટીમ ડેમોમાં નુમા ઈંન્‍ડિયા પ્રથમ અને દમણ કરાટે કિડ બીજા સ્‍થાને રહી છે.
100 મીટર રેસમાં પુરુષ વર્ગમાં દુર્ગેશ પાટિલ પ્રથમ અને વિશાલ શાહ બીજા ક્રમે રહ્યા હતા. જ્‍યારે મહિલામાં રેશમા પ્રથમ અને નિયતી બીજા ક્રમે રહી હતી. સ્‍પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકામાં પી.ટી. ટીચર શ્રી દેવરાજ અને અર્જુન હાજર રહ્યા હતા.
તમામ વિજેતાઓને જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસ દ્વારા ટ્રોફી અને મેડલ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં યુથ લીડર આકાશનો સહયોગ રહ્યો હતો. સાથે સાથે રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવક હર્ષિલ, સ્‍નેહા, નિકિતા અને પાર્થની મહત્‍વપૂર્ણ ભૂમિકા રહી હતી.

Related posts

દીવમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સના સિલેક્‍શન ટ્રાયલની શરૂઆત : ખેલાડીઓએ ભારે ઉત્‍સાહ સાથે લીધેલો ભાગ

vartmanpravah

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah

કપરાડામાં 108 એમ્‍બ્‍યુલન્‍સના ઈએમટી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરાઈ

vartmanpravah

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

vartmanpravah

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment