Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી એલસીબી પોલીસે મલવાડા ઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલ ઈનોવા સાથે એકની ધરપકડ કરી : રૂા.6.83 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: નવસારી એલસીબી પોલીસ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્‍યાન બાતમી મળી હતી કે, એક ગોલ્‍ડન કલરની ઈનોવા કાર નં. જીજે-05-સીએચ-1980માં સેલવાસથી દારૂની જથ્‍થો ભરી નીકળેલ છે. જે ચીખલી, નવસારી થઈ સુરત તરફ જનાર છે. જે હકીકત બાતમીના આધારે ને.હા.નં.48 મલવાડા ઓવરબ્રિજના છેડે મુંબઈ થી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબની ઈનોવા કાર આવતા જેને રોકી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-360 મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે દારૂનો જથ્‍થો જેની કિંમત રૂા. 1,80,000/- તેમજ આરોપીની અંગ ઝડતીમાંથી રોકડ રૂપિયા 130/-, એક મોબાઈલ ફોન કિંમત રૂા. 3,000/-,ઈનોવા કાર કિંમત રૂા. 5,00,000/- મળી કુલ્લે રૂા.6,83,130/-નો મુદ્દામાલ કબ્‍જે કરી દારૂની હેરાફેરી કરતો રિઝવાન યુસુફ મલેક (ઉ.વ. 30) (રહે.મોટી નરોલી ગામ, કોલોની ફળીયા, પોસ્‍ટ મોટા બોરસરા, તા.માંગરોળ, જી.સુરત)ને ઝડપી પાડયો હતો. જ્‍યારે માલ આપનાર યોગેશ પટેલ (રહે.દમણ) તથા દારૂનો જથ્‍થો મંગાવનાર સુનિલ ઉર્ફે સોનુ (રહે.અડાજણ, સુરત) એમ બંનેને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી ગુનાની વધુ તપાસ બીલીમોરાના પીએસઆઈ શ્રી ડી.આર.પઢેરીયા કરી રહ્યા છે.

Related posts

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી પરીયાના તેજસ્‍વી તારલાઓએ મેળવેલી સુવર્ણ ચંદ્રક સિધ્‍ધિ

vartmanpravah

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

vartmanpravah

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment