December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડમાં ગણેશ મહોત્‍સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીવાયએસપી વી.એન. પટેલ તેમજ વલસાડ શહેર પીઆઈ દિપકભાઈ ઢોલની અધ્‍યક્ષતામાં વલસાડના ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: તરીયા વાડ ત્રણ રસ્‍તા પાસેથી અન્‍ય વાહનો જસે નહિ.. ગણપતિનું વાહન છોડી ને બીજા તમામ વાહનોનો પ્રવેશ બંધ રહેશે, અબીલ ગુલાલ તેમજ પ્રસાદ કોઈ ઉપર નાખવામાં ના આવે, આંબા માતા મંદિરથી ગણપતિ સુધી ડી.જે બંધ કરવાની લાગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ગણપતિ દરમ્‍યાન નોનવેજની ખાદ્ય પદાર્થનું વેચાણ બંધ થાય તેવી અપીલ પણ કરવામાં આવે તેવી રજૂઆત બકુલ રાજગોર દ્વારા કરવામાં આવી હતી. દિવ્‍યેશ પાંડે દ્વારા સિંગલ વિન્‍ડો પરમિશન માટે કરવામાં આવે અને પરમિશન લેનારને તકલીફના પડે તેમજ પૂજા કર્યા બાદ વિસર્જન યાત્રા નીકળે કારણ કે પૂજા કરવા આવનાર બ્રાહ્મણો ઘણી વખત મોડા પડતા હોય છે તેવી લાગણી દિવ્‍યેશ પાંડે દ્વારા કરવામાં આવી હતી. સાથે હવે પછી કંઈ કામ હોય તો રાજ કુમાર ભાઈ ને મળી શકો છો તેવું વલસાડ ડી.વાય.એસ.પી. પટેલ દ્વારા જણાવાયું ત્‍યારે ઈલ્‍ફાનનભાઈ કાદરી દ્વારા રાજ કુમાર ઉપાધ્‍યાયને ફરી એક વલસાડ શહેરમાં બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે તેમજ નોનવેજની અપીલ કરી શકાય પરંતુ કોઈને જોર જબરદસ્‍તી ના કરી શકાય ત્‍યારે રાજુભાઈ મરચાં દ્વારા વિસર્જનના દિને નોનવેજ બંધ રાખે અને ભાઈચારો કાયમ રહે તેવી લાગણી વ્‍યક્‍ત કરવામાં આવી. તેમજ ગણેશની મોટી પ્રતિમા હોય ત્‍યારે ઉતાવળ ના કરવા માટે આશા રખાઈ. કોઈ તકલીફ ન પડે તેવી ખાતરી ડી.વાય.એસ.પી વી.એન. પટેલ દ્વારા આપવામાં આવી હતી. વલસાડ શહેર પોલીસ દ્વારા તમામ મંડળને પોલીસ સહાયકના 5 પાસ આવવામાં આવશે અને તે વ્‍યક્‍તિ મંડળનો અગ્રણી હોય તેવાને આપવામાં આવશે તેમજ આપણો તેહવાર ધામધૂમથી ઉજવાય તે માટેની આપણે વલસાડ વાશીઓની જવાબદારી છે તેવું વલસાડ શહેર પી.આઈ. દિપકભાઈ ઢોલ દ્વારા કહેવામાં આવ્‍યું હતું. સાથે સાથે વલસાડ નગર પાલિકા સાથે પણ મીટિંગ થઈ ચૂકી છે અને વિસર્જનના 4 ઓવડાબનાવવામાં આવે તેવી કામગીરી પણ કરવામાં આવી રહી છે. વલસાડ શહેરની અંદર શાંતિમય વાતાવરણની અંદર હર્ષોઉલ્લાસ સાથે ગણેશ મહોત્‍સવ મનાવવામાં આવે અને કોઈ અનિચ્‍છદ બનાવો ન બને તેનું ખાસ ધ્‍યાન રાખવા વલસાડ શહેર પી.આઈ. દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દારૂની હેરાફેરી અંગે સુરત પલસાણાનો પોલીસ કોન્‍સ્‍ટેબલ બુટલેગર બન્‍યો

vartmanpravah

હવેથી સંઘપ્રદેશમાં પ્રાથમિક અને ઉચ્‍ચપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં અભ્‍યાસ કરી શકશે

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

vartmanpravah

Leave a Comment