January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડીયુ ઉજવણીના આયોજન માટે ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનને તમામ મોરચાની બોલાવેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન દ્વારા આગામી સમયમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડિયું ઉજવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના સંદર્ભમાં તાલુકા સંગઠનના -મુખ શ્રી દિલીપભાઈ ભંડારીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભા પ્રભારી શ્રી કરસનભાઈ ટીલવાજી, વિસ્‍તારક શ્રી હરકિશનભાઈ જયાણી, પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના અધ્‍યક્ષતા હેઠળ તેમજતાલુકા મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ અને શ્રી નરેશભાઈ પરમારની પ્રેરક ઉપસ્‍થિતિ વચ્‍ચે તાલુકામાં કાર્યરત તમામ મોરચાના અધ્‍યક્ષશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડે સરીગામ કાર્યાલય ખાતે બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બેઠકોમાં ઉપસ્‍થિત રહેલા તમામ મોરચાના અધ્‍યક્ષશ્રીઓ અને કાર્યકર્તાઓને દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ નિમિત્તે આગામી સમયમાં સેવાકીય પખવાડિયું તરીકે ઉજવણીના કાર્યક્રમો અંતર્ગત માહિતગાર કરવામાં આવ્‍યા હતા. બેઠકમાં લઘુમતી મોરચાના પ્રમુખશ્રી જફરુભાઈ ખાન, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી મનીષાબેન પ્રીતમનાની, યુવા મોરચાના પ્રમુખ શ્રી હસમુખભાઈ માછી, અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ વારલી, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, કિસાન મોરચા પ્રમુખ શ્રી સંજીવભાઈ ઓઝા, અને બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી રાજેશભાઈ આહીર અને એમના કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી.

Related posts

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

સંઘપ્રદેશની ઔદ્યોગિક રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે રૂા.19 કરોડ 80 લાખની સબસીડીના ચેકનું કરાયેલું વિતરણ

vartmanpravah

સંઘપ્રદેશમાં કેવડા ત્રીજ વ્રત નિમિત્તે મહિલાઓએ પૂજા-અર્ચના કરી

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.12 થી 13 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

Leave a Comment