April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

  • સેલવાસ ખાતે અદ્યતન નમો મેડિકલ કોલેજ સહિત દાનહ અને દમણ-દીવની વિવિધ 96 પરિયોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરશે

  • દમણમાં યોજાશે વિશાળ રોડ શોઃ ઠેર ઠેર વિવિધ વેશભૂષામાં પ્રધાનમંત્રીશ્રીનું થશે સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સાચા અર્થમાં ભાગ્‍યવિધાતા બનેલા દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આજે સેલવાસના સાયલી ખાતે અદ્યતન નમો મેડિકલ કોલેજ સહિત રૂા.4850 કરોડથી વધુના મૂલ્‍યની વિવિધ 96 પરિયોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની છેલ્લા 6 વર્ષમાં સત્તાવાર આ પાંચમી દાનહ અને દમણ-દીવની મુલાકાત છે. જે પ્રધાનમંત્રીશ્રીના આ પ્રદેશ પ્રત્‍યેના સ્‍નેહના દર્શન કરાવે છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અનેઅડગ પ્રતિબધ્‍ધતાથી છેલ્લા સાડા છ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે અકલ્‍પનીય વિકાસ થયો છે. જેમાં શિક્ષણ, આરોગ્‍ય, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, પ્રવાસન, ઉદ્યોગ, સામાજિક સહિતનો સમાવેશ થાય છે અને પ્રદેશમાં કાયદો અને વ્‍યવસ્‍થા પણ સુદૃઢ બનતાં લોકોને કાયદાના રાજનો અહેસાસ થયો છે. આ તમામ વિકાસ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રત્‍યેના અટલ વિશ્વાસના કારણે સંભવ બન્‍યો છે.
પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતની પૂર્વ સંધ્‍યાએ આજે દાનહ અને દમણમાં બહુમતિ ઘરોમાં દિવા પ્રગટાવી આનંદનો આવિષ્‍કાર કરવામાં આવ્‍યો હતો. ઠેર ઠેર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. પ્રધાનમંત્રીશ્રીને આવકારવા માટે લોકોમાં અનહદ ખુશીની લાગણી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક પામવા માટે પણ યુવાનોમાં ભરપુર ક્રેઝ દેખાઈ રહ્યો છે.
આજે ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આપેલી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતી કાલે 25મી એપ્રિલના રોજ સાંજે 4:00 વાગ્‍યાના અરસામાં સાયલી ખાતેના હેલીપેડ ઉપર ઉતરશે. ત્‍યારબાદ તેઓ સીધા નમો મેડિકલ કોલેજનું ઉદ્‌ઘાટન કરી તેનું ટૂંકાણમાં નિરીક્ષણ કર્યા બાદ તેઓ જનમેદનીને સંબોધવા જનસભાના મંડપમાં જશે. જનસભા માટે તૈયાર કરેલડોમમાં 65 હજાર જેટલી ખુરશીઓ ગોઠવવામાં આવી છે. ગરમીને ધ્‍યાનમાં રાખી પ્રશાસને પંખા, એરકુલર તથા ફોગર્સની વિશેષ વ્‍યવસ્‍થા કરી છે. સભા મંડપ નજીક 9 જેટલા પાર્કિંગ સ્‍થળો નક્કી કરાયા છે. બસ, કાર, બાઈક સહિતના વાહનો ત્‍યાં પાર્ક થશે. પગપાળા આવતા લોકો માટે ઈલેક્‍ટ્રીક બસની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. લોકો માટે પાણી, લીંબુ શરબત, ઓ.આર.એસ. તથા ટોયલેટની સગવડ પણ ઉભી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીશ્રી નમો મેડિકલ કોલેજના ઉદ્‌ઘાટન બાદ હેલિકોપ્‍ટર દ્વારા સીધા દમણના કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે અને ત્‍યાંથી વિશાળ રોડ શોનો આરંભ થશે. દમણમાં કોસ્‍ટગાર્ડથી મશાલચોક થઈ કથિરિયા તીનબત્તીથી દેવકા, પ્રિન્‍સેસ પાર્ક હોટલથી પ્રધાનમંત્રીશ્રી નવનિર્મિત દેવકા બીચ પ્રોજેક્‍ટ નમોપથનું નિરીક્ષણ કરશે અને ત્‍યાંથી છપલી શેરી બીચ થઈ ગુરૂકૃપાથી દુબઈ માર્કેટ ટેક્ષી સ્‍ટેન્‍ડ થઈ ધોબી તળાવ થઈ મશાલચોકથી કોસ્‍ટગાર્ડ એરપોર્ટ પહોંચશે. રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રીના સત્‍કાર માટે લાખોની મેદની ઉમટી પડવાની સંભાવના છે.
પ્રધાનમંત્રીશ્રીની સુરક્ષાને લઈ વિશેષ તૈયારીઓ કરાઈ છે. જેમાં સ્‍થાનિક પોલીસ ઉપરાંત નજીકના મહારાષ્‍ટ્ર, ગુજરાતનો પોલીસ સ્‍ટાફ, એસ.પી.જી.ના કમાન્‍ડો, બી.એસ.એફ.ના જવાનો સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્‍યોછે.
અત્રે નોંધનીય છે કે, રૂા.260 કરોડના ખર્ચે નિર્મિત નમો મેડિકલ કોલેજ 13 એકરમાં પથરાયેલ છે. જેનું ભૂમિપૂજન પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કર્યું હતું અને આજે તેઓ તેનું ઉદ્‌ઘાટન પણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીશ્રીએ સંઘપ્રદેશ પ્રત્‍યે બતાવેલી ઉદારતાના કારણે થઈ રહેલા વિકાસના ફળસ્‍વરૂપ આવતી કાલે લોકો સ્‍વયંભૂ ઉપસ્‍થિત રહી પોતાના પ્રિય નેતાને નમન કરશે અને તેમનું ઋણ પણ અદા કરશે.

Related posts

કમોસમી વરસાદથી દમણમાં ખુશનુમા બનેલું વાતાવરણ : શુક્રવારે કેટલાક વિસ્‍તારોમાં વરસાદની આગાહી

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

વાપીજી.આઈ.ડી.સી. સી-ટાઈપ નજીર રાત્રે ફરજ પરથી આવી રહેલ વિકલાંગ સાયકલ સવાર શ્રમિકનો મોબાઈલ ઝૂંટવાયો

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની ત્રણ વિદ્યાર્થીનીઓની ખો-ખો (ગર્લ્‍સ) સ્‍પર્ધામાં ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પસંદગી

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ બદલાયેલા દાનહ અને દમણ-દીવનું પ્રતિબિંબ

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment