Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલીમાં લૂંટમાં સામેલ આરોપીની ધરપકડઃ એક મોબાઈલ અને મોપેડ જપ્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: દાદરા નગર હવેલીના નરોલી ગામે કનાડી ફાટક નજીક એક વ્‍યક્‍તિ મોબાઈલ પર વાત કરતા કરતા જઈ રહ્યો હતો તેદરમિયાન એક અજાણ્‍યો ઈસમ મોપેડ પર આવી એનો મોબાઈલ છીનવીને એને માર મારીને ફરાર થઈ ગયો હતો. જે અંગેની ફરિયાદ નરોલી પોલીસ સ્‍ટેશનમાં નોંધાતા પોલીસે આઇપીસી 394 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડી મોબાઈલ અને મોપેડ જપ્ત કરવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી ગત 25 ઓગસ્‍ટના રોજ રસ્‍તા પર એમના સગા સાથે મોબાઈલ પર વાત કરતા કરતા જઈ રહ્યો હતો તે સમયે કનાડી ફાટક નરોલી તુલસી બાર પાસે પહોંચ્‍યા હતા તે સમયે પાછળથી એક અજાણ્‍યો ઈસમ મોપેડ પર આવી ફરિયાદીનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને તેઓ દ્વારા તેને પકડવાનો પ્રયાસ કરાતા તે ઈસમ થપ્‍પડ મારી અને મારામારી કરી ફરિયાદીને ધક્કો માર્યો હતો જેના કારણે એને શારીરિક ઈજાઓ પણ થઈ હતી. આરોપી મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો. ફરિયાદીને 108 એમ્‍બ્‍યુલન્‍સમાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્‍યો હતો. સેલવાસ પોલીસે આઈપીસી 394 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્‍યાન આરોપી વિનોદ ઉર્ફે ગબ્‍બર ઓમપ્રકાશ ઠાકુર (ઉ.વ.22) રહેવાસી નરોલી તેની 28 ઓગસ્‍ટના દિને ધરપકડ કરવામાં આવી હતી અને એની પાસેથી ઓપો કંપનીનો મોબાઈલ અને એક્‍સેસ-125 મોપેડ નંબરડીડી-01-બી-4608 જપ્ત કરવામાં આવ્‍યું છે.

Related posts

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવની દિલ્‍હી બદલીનો આદેશઃ દરેક વિભાગોમાં નિષ્‍ઠા અને કર્મઠતાથી બજાવેલી ફરજ

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

Leave a Comment