(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: નવસારી એલસીબી પોલીસના પીઆઇ-વી.જે.જાડેજા, પીએસઆઇ-એસ.વી.આહીર, હે.કો-ગણેશભાઈ દિનુભાઈ, યુવરાજસિંહ જુવાનસિંહ, લલિતભાઈ અશોકભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તેદરમ્યાન પૂર્વ બાતમીના આધારે ને.હા.નં-48 મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર મજીગામ ઓવરબ્રિજના પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની આઇ-20 કાર નં-જીજે-15-સીએચ-5439 આવતા પોલીસની નાકાબંધી જોઈ આઈ-20 કાર રિવર્સ લઇ પુરઝડપે હંકારી નાસવા જતા કાર ડિવાઇડર ઉપર ચઢી જઇ અકસ્માત થતા પોલીસે કારને આંતરી લઈ તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-397 કિ.રૂ.2,67,500/- તેમજ આઈ-20 કારની કિં.રૂ.5 લાખ, બે નંગ મોબાઇલ કિં.રૂ.5,500/- મળી કુલ્લે રૂ.7,73,000/- નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક અંકિત હસમુખ પત્રેકર (ઉ.વ-35) (રહે.ખેરલાવ ગામ, વાણિયાવાડ ફળીયું ગ્રામ પંચાયત પાસે તા.પારડી જી.વલસાડ), વિકેશ ઉર્ફે વિકી રમેશ ધોડિયા પટેલ (ઉ.વ-38) (રહે.ખડકીગામ ભંડારવાડ આશ્રમ ફળીયું શિવ-શક્તિ ક્વોરી પાસે તા.પારડી જી.વલસાડ) ને ઝડપી પાડયા હતા.
જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર મયંક જયંતિભાઈ પટેલ (હાલ રહે.ડાભેલ ચેક પોસ્ટ નજીક નાની દમણ) (મૂળ રહે.રોહીણાગામ આશ્રમ ફળીયા તા.પારડી જી.વલસાડ), દારૂનો જથ્થો મંગાવનાર સોયેબ ઇબ્રાહિમ રાવત (રહે.નૂરનગર બારડોલી તા.બારડોલી જી.સુરત) એમ બે-જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી બનાવની ફરિયાદ નવસારી એલસબીના હે.કો-લલિતભાઇઅશોકભાઇએ કરતા વધુ તપાસ નવસારી એલસીબી પોલીસ કરી રહી છે.