(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીમાં થોડા દિવસના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો છે. જેના કારણે કેટલાક રસ્તાઓ પર કાદવ કિચ્ચડવાળા બની ગયા હતા અને રસ્તાઓ ઉપરના ખાડાઓમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા વરસાદમાં સેલવાસમાં 35.0 એમએમ/એક ઇંચથી અને ખાનવેલમાં 40 એમએમ/1.57 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 3105.0અએમએમ/122.24 ઇંચ અને ખાનવેલમાં 3008.0 એમએમ/118.43 ઇંચ થયો છે. જ્યારે મધુબન ડેમની જળસપાટી 79.25 મીટરે નોંધાઈ હતી. ડેમમાં પાણીની આવક 2200 ક્યુસેક અનેપાણીની જાવક 1017 ક્યુસેક તેમજ અથાલ બ્રિજ નજીક જળસપાટી 25.70મીટરે નોંધાવા પામી હતી.