Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નાની દમણ કચીગામ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસના સ્‍વિમીંગ પુલમાં ડૂબી જતાં 15 વર્ષિય કિશોરનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.05 : નાની દમણના કચીગામ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસમાં મોજમસ્‍તી માટે આવેલા ગુજરાતના ઉમરસાડીના પટેલ પરિવારના એક 15 વર્ષિય કિશોરનું સ્‍વિમીંગ પુલમાં ડૂબવાથી મોત થયું હોવાની ફરિયાદ મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વલસાડના ઉમરસાડી ખાતે દેસાઈવાડમાંરહેતા 15 વર્ષિય નિવ સુભાષ પટેલનું ગત રાત્રિના લગભગ 10:00 વાગ્‍યે કચીગામ ફાર્મ હાઉસના સ્‍વિમીંગ પુલમાં ડૂબવાથી મોત થયું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે નિવ સુભાષ પટેલ પોતાના પરિવારના 27 સભ્‍યો સાથે દમણના કચીગામમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં પાર્ટી માટે આવ્‍યા હતા. પાર્ટીમાં પરિવારના 6 છોકરાઓ ફાર્મ હાઉસના સ્‍વિમીંગ પુલમાં નાહી રહ્યા હતા. આ દરમિયાન નિવ પટેલની માતા સાથે આવેલી મહિલાઓ સ્‍વિમીંગ પુલની બહાર ખુરશી ઉપર બેઠા હતા અને પુરૂષો ફાર્મ હાઉસની પાછળ તરફ ખાવાનું બનાવી રહ્યા હતા. આ દરમિયાન નિવ સુભાષ પટેલ અચાનક સ્‍વિમીંગ પુલમાં ન્‍હાતા ન્‍હાતા ડૂબી ગયો હતો. પરિવારજનોએ નિવને બહાર કાઢી હોશમાં લાવવાની કોશિષ કરી હતી પરંતુ તે હોશમાં નહીં આવતાં તેને મરવડની સરકારી હોસ્‍પિટલમાં લઈ જવાયો હતો. જ્‍યાં ઉપસ્‍થિત તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.
મોટી દમણ કોસ્‍ટલ પોલીસે અકસ્‍માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

વાપીમાં પાણી અધિકારીના સ્‍વાંગમાં મિનરલ વોટર ઉત્‍પાદકોને ત્‍યાં ચેકીંગ કરતા ગઠિયા

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

vartmanpravah

કપરાડાની આમધા પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની સંસ્કૃતિ સાથે ઉજવણી

vartmanpravah

વાપી હરિયા પાર્ક બંગલામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી : તાળુ ના તૂટતા લુંટારુઓ પલાયન થયા

vartmanpravah

‘સ્‍ટાર્ટ અપ ઈન્‍ડિયા’ના બે અધિકારીઓએ દમણની લીધેલી મુલાકાતઃ ડીઆઈએ ખાતે યોજાયેલો વર્કશોપ

vartmanpravah

Leave a Comment