Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સ્‍કાઉટ ગાઈડના રાષ્‍ટ્રીય મુખ્‍યાલય નવી દિલ્‍હીના ઉપ નિર્દેશક દર્શના પાવસકર દાનહની વિશેષ મુલાકાતે

  • દાનહના કલેક્‍ટર ભાનુ પ્રભા સાથે દર્શના પાવસકરેલી કરેલી ખાસ મુલાકાત

  • પ્રદેશમાં ભારત સ્‍કાઉટ ગાઈડની ગતિવિધિઓને વધારવાના વિષય ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: ભારત સ્‍કાઉટ ગાઈડ રાષ્‍ટ્રીય મુખ્‍યાલય નવી દિલ્‍હીના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર દર્શનાપાવસકરે દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા સાથે કલેક્‍ટર કચેરીમાં ખાસ બેઠક કરી હતી. આ પ્રસંગે સહ સચિવ શ્રી નૈમિષ પટેલ, રેન્‍જર લીડર સોનિયા સિંઘ, ફેલોશિપ એક્‍તિવ મેમ્‍બર સ્‍વરૂપા શાહ, અજય હરિજન, અંજલિ સેન વગેરે હાજર રહ્યા હતા. જેમાં દાનહ પ્રશાસનના સહયોગથી ભારત સ્‍કાઉટ ગાઈડની ચાલી રહેલી પ્રવૃતિઓ તેમજ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડને વધુ મજબુત બનાવવા, તેમને કેવી રીતે મદદ કરવી તે અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી, જેથી ભવિષ્‍યમાં દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ સક્રિયપણે તેમની ભૂમિકા ભજવી શકે. આ બાબતે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પણ શક્‍ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
બીજી તરફ દર્શના પાવસકર, દાનહ શ્રીમતી કલેક્‍ટર ભાનુ પ્રભા અને દાનહના પોલીસ અધિક્ષક શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની હાજરીમાં, રાજય ઓર્ગેનાઈઝર કમિશનર સુધાંશુ શેખર અને રેન્‍જર લીડર સોનિયા સિંઘને ટ્રાફિક જાગૃતિ અભિયાનમાં સક્રિય ભૂમિકા બદલ આર્ટ સેન્‍ટર સેલવાસથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. દાનહ પોલીસ વિભાગ દ્વારા સવારે સભાખંડની વિશેષ સભામાં પત્ર આપીને તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પછી ેસેલવાસ સર્કિટ હાઉસ ખાતે દર્શના પાવસકરની અધ્‍યક્ષતામાં મળેલી સામાન્‍ય સભાની બેઠકમાં ઉપ પ્રમુખ ડૉ. દીપક આર. પટેલ, યાસ્‍મીન બાબુલ, નૈમિષ પટેલ, સ્‍ટેટકમિશનર અનવર વસાયા, સ્‍ટેટ ઓર્ગેનાઈઝર કમિશનર ગાઈડ યાસ્‍મિન વસાયા, સોનિયા સિંઘ, સ્‍ટેટ ટ્રેનિંગ કમિશનર ગાઈડ મીનાક્ષી પટેલ, રાજ્‍ય સહતાલીમ કમિશનર સ્‍કાઉટ ઝકરિયા કાકવા, સ્‍કાઉટ માસ્‍ટર વિનોદ યાદવ, જિલ્લા સંગઠન કમિશનર સ્‍કાઉટ આલોક કુમાર ઝા, ગાઈડ રૂબિના સૈયદ, ફેલોશિપ એક્‍ટિવ મેમ્‍બર સ્‍તુતિ ગર્ગ, સ્‍વરૂપા શાહ, રોવર સ્‍કાઉટ લીડર મનીષ ઝા, અનુરાગ સિંહ, અજય હરિજન, પ્રભાતભાઈ મિશ્રા, હેમાંગી સૂર્યવંશીની ઉપસ્‍થિતિમાં સમગ્ર વર્ષ માટેની કામગીરીની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી અને પ્રવૃતિઓની ચર્ચા કર્યા બાદ ભારત સ્‍કાઉટ ગાઈડના મહત્તમ દાનહ સ્‍કાઉટ ગાઈડની જિલ્લા, રાજ્‍ય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે ભાગ લઈ શકાય છે, જેમાં અંજલિ સેનને વેજીસના સંયોજક તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. જેમાં દાનહની ભૂમિકા વિશ્વ કક્ષાના સહભાગી તરીકે ભજવવામાં આવશે, જેને બધાએ સંબોધિત કરી હતી.

Related posts

વાપી ટાઉનમાં રાત્રે શટરોના તાળા ફંફોસતા બે સ્‍થળોથી બે ઇસમો પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

વાપી પાલિકા સામાન્‍ય સભામાં રોડ રસ્‍તાની ઉભી થયેલ બબાલ બાદ પેવર બ્‍લોક નાખવાની કામગીરી શરૂ

vartmanpravah

ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્‍ટ રેલવે પાટા નાખવાનો કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવા માટે બીલીમોરામાં ખાનગી કંપનીનો મેનેજર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

Leave a Comment