June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર ધીમી પડી પરંતુ સાવચેતી જરૂરી છે

વલસાડ તા.૦૪: સમગ્ર રાજ્‍યમાં લાંબા સમયથી કોરોના મહામારીએ કહેર વર્તાવ્‍યો છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્‍યા છે. વલસાડ જિલ્લામાં હાલ કોરોનાની રફતાર ધીમી પડી હોઇ કાબુમાં આવી રહયો હોવાનું જણાઇ રહયું છે, જેના લીધે લોકો રાહતનો શ્વાસ લઇ રહયા છે. પરંતુ કોરોનાનો ખતરો હજુ પણ યથાવત છે. જેથી પ્રજાજનોને સાવચેતી રાખી સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરે તે હિતાવહ છે.

કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે પાત્રતા ધરાવતા તમામ વ્‍યક્‍તિઓને કોવિડ-૧૯ રસીકરણના બન્ને ડોઝ લઇ લેવા જરૂરી છે. વધુમાં પ્રિકોશન લેવાને પાત્રતા ધરાવતા લોકો પણ પ્રિકોશન ડોઝ લઇ પોતે, પોતાના પરિવાર તથા સમાજને કોરોનાથી સુરક્ષિત કરે એ આજના સમયની જરૂરિયાત છે. જેથી કોરોના સંક્રમણ વધતું અટકાવી શકીએ.                ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭માં જન્‍મેલા તમામ બાળકો કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ તેમજ જેમણે પ્રથમ ડોઝ મૂકવ્‍યાને ૨૮ દિવસ પૂર્ણ થયા છે, તેમને બીજો ડોઝ પણ સમયસર લઇ લે તે આવશ્‍યક છે. ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારોમાં પણ રસીકરણ માટે અનેરો ઉત્‍સાહ જોવા મળી રહયો છે.

વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ધરમપુર તાલુકાના ધામણી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના તાબા હસ્‍તકના ફુલવાડી ખાતે એડોલેશન્‍ટ ફ્રેન્‍ડલી હેલ્‍થ કિલનીકનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭માં જન્‍મેલા વ્‍યક્‍તિઓને કોરોના વેકસીન અંગે જરૂરી સમજણ આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ લોકો કોવિડ રસીકરણનો લાભ લે તેવી અપીલ જિલ્લા કલેક્‍ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી છે.

Related posts

દીવ વણાંકબારા ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મહિલાઓ સાથે બેઠક યોજી ‘મોદી સરકાર’ને ફરી જીતાડવા કરેલું આહ્‌વાન

vartmanpravah

ભિલાડ નંદીગામના પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવી પેમેન્‍ટ કર્યા વગર ભાગી છુટેલા આરોપી ધવલ જાડેજા પોલીસ હિરાસતમાં

vartmanpravah

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

vartmanpravah

‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા આયોજીત સાયકલ રેલીને મળેલું પ્રચંડ સમર્થનઃ સાયકલ ટુ વર્ક એપ્‍લીકેશનનું પણ થયેલું લોન્‍ચિંગ

vartmanpravah

પારડી પોલીસે 4.80 લાખના મુદ્દામાલ સાથે દારૂનોનો ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

Leave a Comment