April 19, 2026
Vartman Pravah
દેશસેલવાસ

દાનહઃ એક ખાનગી શાળાની સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ મામલે સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળે એસ.પી.ને પાઠવેલું આવેદનપત્ર

  • સાંસદ કલાબેન ડેલકરે કેસને ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગ કરેલી માંગ

  • દાનહની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના કાઉન્‍સેલિંગ માટે કાઉન્‍સેલરની નિમણૂંક કરવામાં આવેઃ સાંસદ કલાબેન ડેલકર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: દાદરા નગર હવેલીના સામરવરણી સ્‍થિત અવર લેડી ઑફ હેલ્‍પ ઇંગ્‍લિશસ્‍કૂલમાં સંચાલક અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે કરવામાં આવેલ દુષ્‍કર્મના મામલાને લઈ સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળ દ્વારા સુપ્રીન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું. આ દરમિયાન સાંસદ, જિલ્લા પંચાયત અને નવ શક્‍તિ મહિલા સંગઠન દ્વારા અલગ અલગ પત્ર સોંપવામાં આવ્‍યા હતા. જેમાં આ પ્રકારના જઘન્‍ય કળત્‍યની નિંદા કરવામાં આવી હતી.
પાઠેવલા આવેદનપત્રમાં જણાવ્‍યા મુજબ સાંસદ કલાબેન ડેલકરે આરોપીઓને વહેલામાં વહેલી સજા થાય અને ફરી વખત આવી કોઈ નિંદનીય અને જઘન્‍ય ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તે માટે આ ઘટના બાબતે તાત્‍કાલિક ચાર્જશીટ દાખલ કરી કેસને ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરી છે. સાથે વિદ્યાર્થીઓ મુક્‍ત વાતાવરણમાં અભ્‍યાસ કરી શકે તે માટે પ્રદેશની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના કાઉન્‍સેલિંગ માટે મહિલા અને પુરુષ કાઉન્‍સેલરની નિમણૂક કરવાની ભલામણ કરી છે. આ કેસની તપાસ સંદર્ભે પૂરેપૂરો સહયોગ આપવાની સાથે સાંસદ કલાબેન ડેલકરે જિલ્લા પ્રશાસન દ્વારા તાત્‍કાલિક અસરથી કરવામાં આવેલ કાર્યવાહીની સરાહના પણ કરી છે.
સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની મહિલા સભ્‍યો, મહિલાસરપંચો, નવ શક્‍તિ મહિલા સંગઠનના પદાધિકારીઓ સાથે અન્‍ય મહિલાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઓરવાડ હાઈવે ઉપર દારૂ ભરેલ ટેમ્‍પાનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર મારેલી પલટી

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

વાપી ડુંગરા કોલોની સ્‍કૂલમાં ધારાસભ્‍ય રમણલાલ પાટકરની ઉપસ્‍થિતીમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જરૂરિયાતમંદ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

Leave a Comment