July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

શિક્ષકોની 15 જેટલી પડતર માંગણી છે : પ્રાથમિક શિક્ષકો લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.04: ગુજરાત રાજ્‍ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષકો પડતર માંગણીઓ માટે આંદોલન ચલાવી રહ્યા છે. આજે વલસાડમાં શિક્ષકો રસ્‍તા ઉપર ઉતરી રેલી કાઢીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
રાજ્‍ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ ગ્રેડ પે જુની પેન્‍શન સ્‍કીમ સહિતની વિવિધ પડતર 15 માંગણીઓ માટે આંદોલન ચલાવી રહ્યું છે. રાજ્‍ય સરકારને અનેકોવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરાયો નથી તેથી શિક્ષકો દ્વારા આંદોલનનો મુડ જોવા મળી રહ્યો છે. આજે વલસાડમાં શિક્ષકો રસ્‍તા ઉપર ઉતરી રેલી કાઢી કલેક્‍ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. હમણાં હમણાં ચૂંટણી નજીક આવી રહી હોવાથી સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. આરોગ્‍ય, વીજ કંપની, શિક્ષણ વિભાગ જેવા અનેક વિભાગના કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે.

Related posts

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

vartmanpravah

વાપીના પરીયા ગામમાં દિવાળીમાં લક્ષ્મીની ધનવર્ષા થઈ

vartmanpravah

ધરમપુર નજીકમાં મૃગમાળ ગામે રેમ્બો વોરિયસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

ચીખલી તાલુકામાં મેઘરાજાની પધરામણી સાથે દિવસભર વરસાદી માહોલઃ ૨.૬૪ ઈંચ વરસાદ સાથે ઠેર-ઠેર પાણી ભરાયા

vartmanpravah

Leave a Comment