Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: ખાનવેલ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી શિખા શ્રીવાસ્‍તવ નામની વિદ્યાર્થીની જેણે શારીરિક વિકલંગતાની વૈતરણી પાર કરી જીવન સામે ઝઝુમવાનો પડકાર ઝીલી રહી છે. નાની ઉંમરમાં સ્‍કૂલ થી ઘરે પરત થતી વખતે રોડ અકસ્‍માતમાં શરીરની કરોડરજ્જુને થયેલી ઈજા એટલી ભયાનક હતી કે, 80 ટકા કરોડરજ્જુ ક્ષતિગ્રસ્‍ત થઈ જતા છેલ્લા 9 વર્ષ થી પથારીવશ રહી ધોરણ 10 પરીક્ષા આપી 83 ટકા મેળવી વધુ અભ્‍યાસ પછી આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષા ચાલુ સારવાર દરમ્‍યાન આપવા જઈ રહી છે અને આત્‍મબળનો સંદેશો આપી રહી છે.
કેન્‍દ્રશાસિત પ્રદેશ આંબોલી પટેલાદનાખડોલી ગામે રહેતા અને હાલમાં ખાનવેલ સબજિલ્લા હોસ્‍પિટલની સામે રહેતા શ્રીવાસ્‍તવ પરિવારે શીખાના ઉછેર પર વિષેશ ધ્‍યાન આપી ખુમારીભર્યું જીવન જીવે એવા વાતાવરણનું નિર્માણ કર્યું છે.
અકસ્‍માતમાં પછી શિખાની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવ્‍યું. ત્‍યારે ઘરની બહાર રમતા બાળકોને જોઈ વિચારતી કે હું પણ કયારે આ લોકોની જેમ ચાલી કુદી શકીશ? સાથે જ મનમાં વિચારતી કે મારો પરિવાર મારા માટે આટલો પરિશ્રમ કરે તો અરે પણ કંઈક કરી બતાવવું છે. હું ભલે શરીરથી લાચાર છું પણ મારી પાસે મજબૂત મનોબળ છે. શીખાનો પુર્ન શાળા પ્રવેશ થયો રોજ માતાના સહારે આવતી જતી હતી. લાંબી માંદગી અને ભારે આર્થિક ખર્ચમાં પરીવારની હાલત બગડી છે એવા સમયે આ મજબૂત મનોબળની શિખાની પડખે સામાજિક ઉત્તરદાયિત્‍વ નિભાવી એને હિંમત આપે એવા પ્‍લેટફોર્મની જરૂરિયાત ઉભી થઈ છે. સેવાના આ અવસરને સમાજ ઉમળકાભેર વધાવશે એવી અપેક્ષા અસ્‍થાને નહીં હોય.
શિખાની માતાએ સાચા અર્થમાં દીકરીઓ વિશે નકારાત્‍મક વિકલાંગતા ધરાવતા પરિવારો માટે સાબિત કરી બતાવ્‍યું છે કે, દીકરી સાચા અર્થમાં વ્‍હાલનો દરિયો છે, એમ ચોક્કસ કહી શકીએ.

Related posts

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની આભ આંબતી તકોઃ રોજગારલક્ષી શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્‍ધ

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

વાપીની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ કરાયેલી ઉજવણી

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

Leave a Comment