August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

વિદ્વાન ન્‍યાયાધીશનો આદેશ: નાની દમણના ભેંસલોર સંદીપ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ પાસે કારમાં કરવામાં આવેલ હત્‍યાના બંને આરોપીઓને ફરીથી 7 સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: નાની દમણના ભેંસલોર સંદીપ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ પાસે કારમાં કરવામાં આવેલ હત્‍યાના બંને આરોપીની પોલીસ કસ્‍ટડી સમાપ્ત થતાં આજે તેઓને દમણ કોર્ટમાં હાજર કરાયા હતા. જ્‍યાં વિદ્વાન ન્‍યાયાધીશે બંને આરોપીઓને ફરીથી 7મી સપ્‍ટેમ્‍બર સુધી પોલીસ કસ્‍ટડીમાં મોકલી દેવાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજુ જગકિશન પટેલ અને રવિશંકર કૃષ્‍ણબિહારી પટેલે ગત 24મી ઓગસ્‍ટના રોજ શિવમ રાજપૂતની બિયરની બોટલ અને પત્‍થરના ઘા મારી હત્‍યા કરી દીધી હતી. આ કેસમાં દમણ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 1 સપ્‍ટેમ્‍બરે દમણ કોર્ટમાં હારજ કરી રિમાન્‍ડ માંગ્‍યા હતા. જેના પર વિદ્વાન ન્‍યાયાધીશે બંને આરોપીઓને 5 દિવસની પોલીસ કસ્‍ટડીમાં મોકલીદીધા હતા. આજે બંને આરોપીઓના રિમાન્‍ડ પૂર્ણ થતાં દમણ પોલીસે બંનેને ફરીથી દમણ કોર્ટમાં હાજર કરીને રિમાન્‍ડની માંગ કરી હતી. જેને મંજૂર કરતા વિદ્વાન ન્‍યાયાધીશે બંને આરોપીઓને ફરીથી 7સપ્‍ટેમ્‍બર સુધી પોલીસ કસ્‍ટડીમાં મોકલી દીધા છે.

Related posts

દમણ-દીવમાં હવે સત્તાનું કેન્‍દ્ર દલવાડા બનવા તરફ

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

vartmanpravah

” કુપોષણ મુક્ત નવસારી જિલ્લો બનાવીને સામાજીક દાયિત્વ નિભાવીએ: કલેકટર અમિત પ્રકાશ યાદવ

vartmanpravah

પાતલીયા ચેકપોસ્‍ટથી દારૂ ભરેલ કાર લઈ ભાગી છૂટેલ દમણના બુટલેગરને પારડી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

ધરમપુરમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી, 16 વિદ્યાર્થિનીઓને સન્માનિત કરાઈ

vartmanpravah

Leave a Comment