Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ,સલવાવ-વાપીમાં તારીખ 01/09/2022 ના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધાનું સફળ આયોજન સંસ્‍થાના કેમ્‍પસ એકેડમીક ડાયરેક્‍ટર ડૉ.શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડેના નિરીક્ષણ અને સહયોગથી કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની 15 કોલેજના વિદ્યાર્થીઓએ જુદી-જુદી વેઈટ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ 4 ગોલ્‍ડ મેડલ અને 1 સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં ગોલ્‍ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં ભૂમિ ચૌધરી, અનિતા વૈષ્‍ણવ, હેમાલી રોહિત, સ્‍મિત છાજેડ અને ખુશી ઠાકુરએ સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ વિજેતા વિદ્યાર્થીઓએ કોલેજ અને સંસ્‍થાના નામમાં વધારો કર્યો છે જે ગૌરવવંતી બાબત છે. આ તમામ વિદ્યાર્થીઓને કોલેજના ફીઝીકલ ઇન્‍સ્‍ટ્રકટર શ્રી પ્રિયંક પટેલે રમતની તાલીમ આપી હતી. આ સ્‍પર્ધાનું સમગ્ર માર્ગદર્શન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્‍પોર્ટ્‍સ ડાયરેક્‍ટર ડો.આકાશ ગોહિલ દ્વારા આપવામાં આવ્‍યું હતું. હવે આ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્‍વકરશે.
આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

‘હર ઘર તિરંગા’ ઝૂંબેશ અંગે રાત્રિ ચોપાલ

vartmanpravah

દાનહઃ ટોકરખાડા મરાઠી માધ્‍યમ શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાયો

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

તેજલાવ ગામે વંકાલ હાઈસ્‍કૂલના 2002 ના બેચ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ડો.સુજીત પટેલની ટીમ ચેમ્‍પિયન બનીઃ જ્‍યારે ડો.નીરજ મહેતાની ટીમ રનર્સઅપ રહી હતી

vartmanpravah

દેવઉઠી એકાદશી નિમિત્તે સેલવાસના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હાટડી દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘‘લો કોસ્‍ટ લાઈબ્રેરી મેનેજમેન્‍ટ” વિષય પર તૈયાર કરાયેલુ વલસાડના વિદ્યાર્થીનું રીસર્ચ પેપર આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રકાશિત થયુ

vartmanpravah

Leave a Comment