July 25, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્‍ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: દાદરા નગર હવેલીના સામરવરણી ગામે આવેલ અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ સ્‍કૂલના સંચાલક અને શિક્ષક દ્વારા એક ગરીબ સગીર બાળકી ઉપર દુષ્‍કર્મ કરી ગુરુ શિષ્‍યની પરંપરાને કલંકિત કરનાર શાળા સંચાલક અને શિક્ષકનો વિરોધ કરવા દાદરાનગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા શાળાના વાલીઓ સાથે કેન્‍ડલ માર્ચ યોજી આક્રોશ વ્‍યક્‍ત કરવામા આવ્‍યો હતો. આ કેન્‍ડલ માર્ચ સેલવાસ શહીદચોકથી નીકળી કિલવણી નાકા થઈ ઝંડાચોક આઝાદી સ્‍મારક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કેન્‍ડલ માર્ચમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, અન્‍ય પદાધિકારીઓ, સામાજીક સંગઠનો, વેપારીઓ, વાલીઓ જોડાયા હતા.

Related posts

વાપી-વલસાડમાં બે કલાક તોફાની વરસાદ પડયો : વિદાય થયેલો વરસાદ ફરી પડતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

નરોલી ચેકપોસ્‍ટને ટ્રકનો પાછળનો ભાગ ઠોકાતા ચેકપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણ કેમ્‍પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

vartmanpravah

Leave a Comment