Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના રાંધા ગામે વનવાસી કલ્‍યાણ આશ્રમના કાર્યકર્તા અને ગુણસા ગામના કાર્યકર્તાઓના પ્રયાસથી રાનભાજી(જંગલી ભાજી)મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 56 પ્રકારની વિવિધ શાકભાજી સ્‍વાદિષ્ટ રૂપે દેશી પદ્ધતિથી રાંધવામાં આવી હતી. જેનો દરેક કાર્યકર્તાઓએ સ્‍વાદ લીધો હતે અને કાચી શાકભાજી વેચવા રાખી હતી એ પણ ખરીદી હતી. આ અવસરે સેલવાસ, ખાનવેલ, સુરંગી, કૌંચા ગામના સહીત 250થી વધુ લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ભોજન અને તારપા, સાંબળ નૃત્‍યનો પણ આનંદ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વનવાસી કલ્‍યાણ આશ્રમના જનજાતિ સંપર્ક પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રાઉત અને પ્રાંત સંગઠન મંત્રી શ્રી જગનભાઈ પવારનું માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, શાક-રોટલી આપણો મુખ્‍ય ખોરાક છે. પરંતુ શાકભાજીના કેટલાક પ્રકારો જે આપણે જાણતા પણ નથી તે જંગલમાં વરસાદના સમયે જ થાય છે અને ઘણાં જ લાભદાયક અને આરોગ્‍યપ્રદ પણ હોય છે.

Related posts

વલસાડ જિલ્લામાં સી.એન.જી. પમ્‍પ હડતાળને લઈ હજારો રીક્ષા ચાલકો અટવાઈ પડયા

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની મંડળની સામાન્‍ય સભા અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો

vartmanpravah

મલાવ ખાતે આરટીઓ અધિકારીએ નિયમ વિરુદ્ધ ચાલતી માટી ભરેલી બે ટ્રક સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સવારથી સાંજ સુધી બે ઇંચ વરસેલો વરસાદ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment