September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે વિવિધ શૈક્ષણિક એકમ દ્વારા સંયુક્‍ત પણે શિક્ષક દિનની ઉજવણી વચનામૃતમ હોલમાંકરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો દ્વારા શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરીએ અનોખી રીતે શિક્ષકનું સન્‍માન કરીને ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામીએ શિક્ષકને સમાજના રાહબર તરીકે વર્ણવી જીવનમાં શિક્ષણ અને શિક્ષકનું મહત્‍વ અંગે સુંદર વાતો કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માનમાં રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યા હતા તે સાથે શિક્ષકો માટે વિવિધ વન મિનિટ ગેમનું પણ આયોજન થયું હતું જેનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી મંડળના પુરાણી સ્‍વામી પૂજ્‍ય રામ સ્‍વામી બાબુભાઈ સોડવડીયા જયશ્રીબેન સોડવડીયા, હરેશભાઈ બોઘાણી દયાબેન બોઘાણી મનસુખભાઈ ગોંડલીયા, યોગીનીબેન ગોંડલીયા, ડાયરેક્‍ટર ડોક્‍ટર શૈલેષ લુહાર, ડાયરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય ડોક્‍ટર સચિન નારખેડે, આચાર્ય ચંદ્રવદન પટેલ, આચાર્ય મિનલ દેસાઈ, આચાર્યા રીના દેસાઈ, આચાર્યા આશા દામા, આચાર્યા દક્ષાબેન પટેલ, આચાર્યા નીતુ સિંઘ તથા સમગ્ર શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્‍ટાફ અને 3500 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક

vartmanpravah

બોલીવુડની વિવિધ ફિલ્‍મોના શૂટીંગ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલો સંઘપ્રદેશ

vartmanpravah

દમણ અને દીવ તેની આઝાદીથી જ રાષ્‍ટ્રપતિ શાસન હેઠળઃ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર દાનહ સહિતની ખાલી પડેલી લોકસભાની બેઠકોની પેટા ચૂંટણી હવે જાન્યુ./ફેબ્રુ. સુધી લંબાવાની સંભાવના

vartmanpravah

નશાની હાલતમાં મોટી દમણના વીવીઆઈપી સરકિટ હાઉસની કમ્‍પાઉન્‍ડ વોલ ફુલસ્‍પીડમાં ગાડી અથડાવી તોડી નાંખી

vartmanpravah

Leave a Comment