October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે શિક્ષક દિનઃ રાજ્‍ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે વલસાડ જિલ્લામાંથી એક માત્ર ખડકી પ્રા.શાળાના શિક્ષિકા ઈલાબેન પટેલની પસંદગી

ઘરે ઘરે શિક્ષણ, શાળા સમય પહેલા અને ત્‍યારબાદ રાત્રિ વાલી મીટિંગ દ્વારા વિદ્યાર્થીઓને સ્‍કૂલ સુધી દોરી જવામાં મહત્‍વની ભૂમિકા

સેવાભાવી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને સ્‍માર્ટ ફોન ખરીદી આપી કોરોના કાળમાં પણ શિક્ષણની જ્‍યોત ઝળહળતી રાખી

ભારતીય સંસ્‍કળતિની ઓળખ સમી સંસ્‍કળત ભાષાના સિંચન માટે વિદ્યાર્થીઓને અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા જાગૃત કર્યા

પોતાના માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિના સપના જોતા ઈલાબેને રતનજ્‍યોતના બીજનો ઊર્જા તરીકે ઉપયોગ કરવાનો પ્રયોગ રજૂ કર્યો હતો

– જિજ્ઞેશ સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: ‘‘ગુરૂ બ્રહમા, ગુરૂ વિષ્‍ણુ, ગુરૂ દેવો મહેશ્વરાય, ગુરૂ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્‍મે શ્રી ગુરૂવે નમઃ”. દરેક વ્‍યકિતના જીવન ઘડતરમાં શિક્ષકનું અપાર મહત્‍વ છે. શિક્ષક બાળકનો પ્રેરણાષાોત છે. જે જીવવાની રાહ બતાવે છે. ત્‍યારે શિક્ષકો પ્રત્‍યે આદરભાવ વ્‍યકત કરવા માટે દેશના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકળષ્‍ણનના જન્‍મ દિન તા.5 સપ્‍ટેમ્‍બરને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્‍યારે આ દિવસે રાજ્‍યસરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક રાજ્‍ય પારિતોષિક વિતરણ સમારોહ – 2024ના એવોર્ડ માટે રાજ્‍યના કુલ 28 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લામાંથી પણ એક શિક્ષિકાની પસંદગી થઈ છે.
શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે રાજ્‍ય કક્ષાનો શ્રેષ્ઠ પારિતોષિક – 2024 મેળવનાર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળાના ઉપ શિક્ષિકા ઈલાબેન વસંતલાલ પટેલે બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં નામાંકન, સ્‍થાયીકરણ, લોકભાગીદારી, કન્‍યા કેળવણી, પ્રવેશોત્‍સવ, ગુણોત્‍સવ, હાજરી સુધારણા, આરોગ્‍ય તપાસણી સહિતના વિવિધ કાર્યોમાં મહત્‍વની અને સક્રિય ભૂમિકા ભજવી શિક્ષણની ગુણવત્તા સુધારણામાં અમૂલ્‍ય યોગદાન આપ્‍યું છે.
શિક્ષકના પવિત્ર વ્‍યવસાયને ઉજ્જવળ બનાવવા હંમેશા પ્રયત્‍નશીલ રહેતા ઈલાબેન છેલ્લા 35 વર્ષથી શિક્ષણની જ્‍યોત ઝળહળાવી રહ્યા છે. તેમણે રાજ્‍ય કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં રતનજ્‍યોતના બીજનો ઊર્જા તરીકે ઉપયોગ કરવાનો પ્રયોગ રજૂ કર્યો હતો. આ સિવાય બાળકોને ઓનલાઈન શિક્ષણ, ઘરે ઘરે/ ફળિયે ફળિયે જઈ શિક્ષણનો લાભ આપવાની સાથે પોતાના ખર્ચે 7 સ્‍માર્ટ ફોન અને દાતાની મદદથી 9 સ્‍માર્ટફોન અને ટીવીની સહાય વિદ્યાર્થીઓને પુરી પાડી હતી. રાજ્‍ય કક્ષાએ અંગ્રેજી વિષયનામોડ્‍યુલ નિર્માણમાં સહયોગ આપ્‍યો હતો. આ સિવાય પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સમાજની ભાગીદારી, શિક્ષકો માટે સ્‍થાનિક સંદર્ભ સાહિત્‍ય, અભિનય વાર્તાલેખન, ઈકો કલબ અને બાળ મેળા મોડ્‍યુલ નિર્માણ અને એન ઈન્‍ટર એક્‍ટિવ ઓનલાઈન ક્‍વિઝથી માંડીને વિદ્યાર્થીઓ ભારતની પ્રાચીન ભાષા સંસ્‍કળત શીખે તે માટે સંસ્‍કળતિ આધારિત યોગ ક્રિયા, સંસ્‍કળતમાં ટીચીંગ લર્નિંગ મટીરીયલ નિર્માણ, પ્રાર્થના સંમેલન સંસ્‍કળતમાં, પ્રાણી સરંક્ષણ અને સંવર્ધન, સંસ્‍કળત ભાષા કીડા, દિવ્‍યાંગ બાળકો માટે સંસ્‍કળતમાં ક્‍વિઝ, ઓનલાઈન સંસ્‍કળત ક્‍વિઝ અને ટેકનોલોજીનો ઉપયોગ પણ સંસ્‍કળત ભાષાના સમન્‍વય વડે કેવી રીતે કરી શકાય તે માટે વિદ્યાર્થીઓને ઉંડુ જ્ઞાન પીરસ્‍યુ છે. વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્‍તિ જાગૃત થાય અને કૌશલ્‍ય ખીલે તે માટે અભિનય ગીત, નાટક, વાર્તા નિર્માણ, સ્‍માર્ટ બોર્ડ પર લખાણથી માંડીને અનેક ઈતર પ્રવૃતિઓ વડે જીવનનું અમૂલ્‍ય ભાથુ વિદ્યાર્થીઓને બાંધી આપ્‍યું છે.
વિદ્યાર્થીઓની સંખ્‍યા વર્ગખંડમાં જળવાઈ રહે તે માટે કર્મઠ શિક્ષિકા ઈલાબેન પટેલે શાળા સમય પહેલા વાલીઓ સાથે મુલાકાત અને રાત્રિ વાલી મીટિંગ પણ લઈને વિદ્યાર્થીઓને સ્‍કૂલ સુધી દોરી લાવવામાં મહત્‍વની ભૂમિકા નિભાવી છે.
શિક્ષક દિન નિમિત્તે જ્‍યારે વલસાડ જિલ્લામાંથીરાજ્‍ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા હર્ષ સાથે તેઓ જણાવે છે કે, દર વર્ષે સ્‍કૂલમાં 90 વિદ્યાર્થીઓમાં શિક્ષણની જ્‍યોત ઝગમગતી રહે તે માટેનું પૂણ્‍ય કાર્ય કરવાની તક મળી તેનો ગર્વ અનુભવુ છું, સમર્પિતભાવ સાથે વિદ્યાર્થીઓના ઉત્‍કર્ષ માટે આજીવન કાર્યરત રહીશ. વિદ્યાર્થીને શિક્ષણની સાથે જીવનમાં કયારેય હાન ન માની પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની શીખ આપી છે. આચાર્ય ચાણકય એ પણ કહ્યું છે કે, શિક્ષક કભી સાધરણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પનપતે હૈ…..

જ્ઞાન સાધના અને એનએમએમએસ પરીક્ષા માટે ઈલાબેન 14800 ફોલોઅર્સ ધરાવે છે

શિક્ષણનો વ્‍યાપ વધે અને સાથો સાથ ગુણવત્તા પણ વધે તે માટે રાજ્‍ય સરકાર દ્વારા ધો.8 ના વિદ્યાર્થીઓની જ્ઞાન સાધના અને એનએમએમએસ (નેશનલ મિન્‍સ કમ મેરીટ સ્‍કોલરશિપ)ની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા સરળ બને અને વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન મળે તે માટે શિક્ષિકા ઈલાબેન પ્રેકટીસ ક્‍વિઝ સીરીઝ બનાવી એડિટર એપ પર મુકે છે. જેનો બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ઉપયોગ કરતા આ એપ પર હાલમાં ઇલાબેનના 14800 જેટલા ફોલોઅર્સ છે. જેઓ માટે તેઓ સ્‍કૂલના સમય સિવાય પણ દિવસ રાત મહેનત કરી શિક્ષણની જ્‍યોત હળહળતી રાખી છે.

Related posts

દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક ભીમપોર શાળાનું આશાસ્‍પદ 94.12 ટકાપરિણામ

vartmanpravah

દમણમાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત સપ્તાહ’ અંતર્ગત ટેબલ ટેનિસ અને લંગડીની સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

vartmanpravah

વાપી વી.આઈ.એ. હોલમાં જે.સી.આઈ. દ્વારા પ્રથમવાર નવતર બિઝનેસ મીટિંગ યોજાઈ

vartmanpravah

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah

સેલવાસની મહિલા ગુમ

vartmanpravah

Leave a Comment